Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરા શહેર પોલીસે ટ્રાફિકના જુદા-જુદા નિયમ હેઠળ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરશે: ન ભરનારને કરવામાં આવશે દંડ

વડોદરા:શહેર પોલીસ સીસીટીવી કંટ્રોલરૃમ મારફતે ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુધ્ધ ઇ-ચલણ જનરેટ કરવામાં આવે છે અને આવા ઇ-ચલણ પોસ્ટ દ્વારા જે તે વાહન ચાલકના સરનામે મોકલવામાં આવે છે જો કે દંડની રકમ અનેક વાહન ચાલકોએ જમા કરાવી નથી.

ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું છે કે તા.૧૬ સપ્ટેમ્બર સુધીમાં મળેલ ચલણના નાણાં ભરી દેવા જરૃરી છે. જો આ તારીખ સુધીમાં જે વાહન ચાલકો ઇ-ચલણ નાણાં ભરપાઇ નહી કરે તો તેવા વાહન ચાલકોને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન સોફ્ટવેરના માધ્યમથી ચેક કરી નાણાં ભરેલ નહી હોય તો તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(5:43 pm IST)