Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ર૦૦ તાલુકામાં મેઘમહેર યથાવત : ઝાપટાથી ૬ ઇંચ

હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ : ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો : ભરૂચ ગોલ્ડન બ્રીજ ભયજનક સપાટી પર

 વાપી, તા. ૬ : ચોમાસાની આ સિઝનમાં મેઘરાજા ભાદરવમાં ગર્જયા પણ ખરા અને વરસ્યા પણ ખરા. મેઘરાજા ગણેશોત્સવ દરમ્યાન જાણે શ્રીજીના આગમન અને વિસર્જનને વધાવવા આતુર બન્યા હોય તેમ રાજયના અનેક વિસતારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. પાછોતરા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાકને ભારે ફાયદો થતાં જગતનો તાત આનંદમાં જણાય છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદથી પીવાના પાણીની સમસ્યા હલ થઇ રહી છે.

પાડોશી રાજયના હથનુર ડેમમાંથી હજુ પણ મોટી માત્રામાં પાણી છોડાતા દ.ગુજરાતના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે. જોકે હવે ઉપરવાસમાં વરસાદ ચાલુ થતા ઉકાઇમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરાયો છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી ફરી પાછી સતત વધીને ૩૩૯.૬પ ફુટે પહોંચી છે. ડેમમાં હજુ ૯૬,૧૧૬ કયુસેક પાણીના ઇનફલો સામે હવે ડેમમાંથી ૪૮,૪૪૧ કયુસેક પાણી છોડાઇ રહ્યા છે.

જયારે શહેરના કોઝવેની જળ સપાટી સ્હેજ ઘટી ને ૭.૬૦ મીટરે પહોંચી છે.

ગુજરતની જીવાદોરી સમાન નર્મદા બંની જળ સપાટીની સ્થિતી જોઇએ તો અહીંથી આશરે પાંચ લાખ કયુસેક જેટલું પાણી છોડાતા ગોલ્ડન બ્રીજની જળસપાટી સતત વધીને આજે સવારે ૯ કલકે રપ.રપ મીટરે પહોંચી છે.

એટલે કે ભયજનક સપાટી વટાવી દીધી હોવાથી તંત્ર એલર્ટ બન્યુ છે અને નિચાણવાળા વિસ્તારોના રહીશોને એલર્ટ રહેવા સુચના પણ અપાઇ છે.

ફલ્ડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામં ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં રાધનપુર ૧૦ મી. મી., બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં દાતા ૮૭ મી. મી., દિપોદર ર૩ મી. મી., ધાનેરા ર૪ મી. મી., લાખાની ૪પ મી. મી., અને પાલનપુર ૧૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં ખેરાલુ ૧પ મી. મી. સતલાસમા ૧૯ મી. મી. અને ઉઝા ર૧ મી. મી. તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં પોસીના ૩૭ મી. મી., વિજયનગર રપ મી. મી., તો અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાપડ અને ભીલોડા ૧૬.૧૬ મી. મી. માલપુર ૩૧ મી. મી., મેઘરજ ર૪ મી. મી., અને મોડાસા ૬૯ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ ૩૮ મી. મી. અને કલોલ રર મી. મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને જોઇએ તો અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમં અમદાવાદ સીટી ૩૩ મી. મી., દસકોઇ ૩ર મી. મી., ધંધુકા ૬૩ મી. મી. ધોલેરા ર૩ મી. મી., વિરમગામ ૩૦ મી. મી. અને સાણંદ ૯ર મી. મી. વરસાદ નોંધાયેલ છે.જયારે ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગળતેશ્વર ૧પ મીમી, ખેડા ર૬ મીમી. મહેમદાબાદ ૪૧ મી.મી. માતર રપ મીમી, અને વાસો ર૮ મીમી વરસાદ નોંધાયેલ છે.આણંદ જીલ્લાનાં તાલુકાઓમાં આણંદ ૧૯ મીમી, સોજીત્રા ર૦ મીમી, સોજીત્રા ર૦ મીમી. બોરસદ ૧૩ મીમી. અને પેટલાદ ૧૯ મીમી, તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં સાવલી ૧૬ મીમી, અને વાઘોડિયા રર મીમી. તો છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ર૪ મીમી અને કવાંટ ૧૬ મીમી. વરસાદ નોંધાયો છે.

જયારે પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં હાલોલ ૧૮ મીમી. અને સહૈરા ર૦ મી.મી. તો મહાસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલસિનોર ૧૮ મી.મી. લુણાવાડા ૧ર મી.મી. તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ધાનપુર ૩ર મીમી, ફતેપુરા ર૩ મીમી. અને લીમખેડા રર મી.મી. મવરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાત પંથકને જોઇએ તો અહીં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૩ મીમી. ભરૂચ ૩૬ મી.મી., હાંસોટ ર૬ મી.મી. અને વાલિયા ૧૭ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી ર૪ મી.મી. માંગરોળ ૧૧ મી.મી. અને ઉમરપાડા ૪૬ મી.મી. તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૧ર મી.મી. જલાલપોર ૧૭ મી.મી. અને નવસારી ૧૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જીલ્લાના તાલુ઼કાઓમાં પારડી ૧પ મીમી વલસાડ ૧૩ મીમી અને વાપી ર૩ મીમી. વરસાદ નોંધાયેલો આમ છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩ર જીલ્લાના ર૦૧ તાલુકાઓમાં મેઘમહેર વરસી છે.

(3:51 pm IST)