Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગુજરાતમાં ૧.૯૦ લાખ લોકો બહેરાશ ધરાવે છેઃ ન્યુબોર્ન હીયરીંગ સ્ક્રીનીંગ ફરજીયાત બનાવવા ભાર મુકતા બ્રેટ લી

અમદાવાદઃ કોકલિયરના ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર અને મહાન ક્રિકેટર બ્રેટ લીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેનો આશય બહેરાશ ધરાવતા બાળકો માટે વહેલાસર નિદાન અને સારવાર માટેની જરૂરિયાતની જાગૃતિ લાવવાનો છે. તેમની સાથે સર્જન ડો.રાજેશ વિશ્વકર્મા (ઈએનટી સર્જન, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ)નો ઉદ્દેશ ગુજરાતમાં બહેરાશ સાથે સંબધિત સમસ્યાઓ વિશેષ ચર્ચા કરવા જોડાયા હતા અને યુનિવર્સલ ન્યુબોર્ન હીયરીંગ સ્ક્રીનિંગની જરૂરિયાત સૂચવી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ દુનિયામાં ૫ ટકા લોકો અથવા ૪૬૬ મિલિયનથી વધારે લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી. એમા ૩૪ મિલિયન બાળકો છે. જો નિવારણત્મક પગલા ન લેવામાં આવે, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં ૯૦૦ મિલયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડીત હશે. તેમ છતા મોટા ભાગનાં લોકો એની સારવારના અત્યાધુનિક વિકલ્પોથી અજાણ છે.

ગુજરાત બહેરાશ ધરાવતા ૧.૯૦ લાખથી વધારે લોકો ધરાવે છે. શ્રવણક્ષમતાનાં નિદાનનાં મહત્વ પર ભાર મુકતા ડો.રાજેશ વિશ્વકર્માએ ઉમેર્યુ હતુ કે હીયરિંગ સ્ક્રીનીંગ પ્રોગ્રામ ગેરહાજરીમાં માતાપિતાએ હજુ પણ સમયની સાથે બહેરાશને ઓળખવા પર નિર્ભર છે.

(3:23 pm IST)