Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગુજરાતની ત્રણ મહિલા ક્વિન્સ બાઈકસૅ વિક્રમ સ્થાપ્યો :વિશ્વના 3 અને 21 દેશોની એડવેન્ચર બાઈક રાઈડ કરી પૂર્ણ :સુરત પરત ફયાૅ

દરરોજ 500 કી,મી,નું અંતર કાપીને 21000 કિલોમીટર બાઈક રાઈડ કરી સુરત પહોંચતા ઉમળકાભેર સ્વાગત

સુરત : બાઈક રાઈડ શોખીન ગુજરાતી યુવકોની એડવેન્ચર બાઈક ટ્રીપને પણ પાછળ રાખી સુરતની ત્રણ મહિલા ક્વિન્સ બાઈકસેૅ વિક્રમ સ્થાપ્યો.છે સુરતની ત્રણ મહિલાઓ આજથી 89 દિવસ પહેલા એક સાહસિક પ્રવાસે નિકળ્યા હતા  દિવસમાં દરરોજ 500 કિ.મીનું અંતર કાપી 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ પુરી કરી  સુરત ખાતે આવી પહોંચ્યા હતા.

  મહિલાઓના ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી ક્વિન્સ બાઈકસૅ સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ આ જોખમી અને સાહસી રાઈડ કરી હતી. રશિયામાં જીનલ શાહનો પાસપોર્ટ ખોવાઈ જતા સુરત પરત ફર્યા હતા, જ્યારે સારિકા અને ઋતાલીએ રાઈડ પુરી કરી આજે લંડનથી બાય એર સુરત આવ્યા હતાં.ત્યારે ઉમળકાભેર તેમનુ સ્વાગત કરાયુ હતુ.

  ક્વિન્સ બાઈકસૅના ફાઉન્ડર સારિકા મહેતા કહે છે કે, ‘અમે રોજ ઓછામાં ઓછા 500 કિમીનું અંતર કાપતા હતા. સવારે 8 વાગ્યેથી નીકળી સાંજે 7 વાગ્યે સુધી બાઈક રાઈડ કરતા હતા. ક્યારે દિવસના 800 કિલોમીટર અંતર પણ કાપતા હતા. અમે 29 ડિગ્રીના તાપમાનમાં તેમજ માઈનસ 9 ડિગ્રીમાં પણ બાઈક રાઈડ કરતા હતા. ઘણી જગ્યાએ તો એવા જંગલમાં પણ રાઈડ કરી હતી જ્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું જ ન હતું. કેટલીક જગ્યાઓએ તો 300 કિમી સુધી રસ્તાઓ જ ન હતા.

  89 દિવસનો આખો પ્રવાસ ખૂબ જ એડવેન્ચર વાળો રહ્યો. અમે જ્યારે રશિયામાં પ્રવેશ કરી મોસ્કો પહોંચ્યા. ત્યાં અમે અમારી ડોક્યુમેન્ટરી શુટ કરી રહ્યા હતા. એ સમયે મારી સાથેના જીનલ શાહનું વોલેટ ખોવાઈ ગયુ હતુ. જેમાં તેમના પાસપોર્ટ, વિઝા, પર્સનલ ડોક્યુમેન્ટ હતા. આ વસ્તુ અમને ત્યારે ખબર પડી જ્યારે અમે રશિયાની સરહદ પર હતા. અમે ત્યાંની એમ્બેસીમાં સંપર્ક કર્યો. દરેક પ્રયત્નો કર્યા કે જીનલ આગળ વધી શકે. પરંતુ અમારી પાસે ભારત ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કારણકે ડોકયુમેન્ટસ વગર બાઈક સાથે આગળ ‌વધી શકાય એવુ હતુ જ નહિ. તેથી જીનલ શાહ પરત ફર્યા અને અમે પ્રવાસ માટે આગળ વધ્યા હતા.

  ત્રણ મહિલાઓ એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડના 21 દેશોમાં રાઈડ કરી હતી, જેમાં લંડન, મોરોક્કો, સ્પેન, ફ્રાન્સ, બેલ્જીયમ, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, લેચેનસ્ટાઈન, ઓસ્ટ્રેલિયા, જર્મની, પોલેન્ડ, બેલારુસ, લિથુનિયા, લટવિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચેકોસ્વાલિયા, કિર્ગીસ્તાન, ચાઈના, લાઓસ, થાઈલેન્ડ, મન્યાનમાર, નેપાલ અને ભારતના વિવિધ શહેરમાં રાઈડ કરી હતી.

  નેધરલેન્ડથી બીએમડબલ્યુની બાઈક લઈને અમે નીકળ્યા. 15 મી ઓગસ્ટે બાર્સેલીનામાં અમારું સ્વાગત થયુ અને અમે ત્યાં આપણો સ્વતંત્ર દિવસ ઊજવ્યો હતો. ત્યાંથી અમે યુકેના એટ કેફે લંડન ગયા. જ્યાં દુનિયાના દરેક બાઈકર્સનું ગૃપ રહેલુ હોય છે.

અમે નેધરલેન્ડમાં એમસ્ટર્ડમાં હતા ત્યારે એક હોટલમાં રોકાયા હતા. અમે નેધરલેન્ડથી બાર્સેલીના જવા નીકળવાના હતા તેના આગળના દિવસે રાત્રે હોટલમાં બાઈક પાર્ક કર્યુ હતુ. પરંતુ સવારે જોયુ ત્યારે અમારા બાઈક ચોરાઈ ગયા હતા. અને એ જોઈ અમને એકદમ શોક લાગ્યો હતો. કારણ કે, અમારા પ્રવાસ માટેનું માધ્યમ જ બાઈક છે. અમે પોલીસ ફરિયાદ કરી. ત્યાં સીસીટીવી ફુટેજ જોવા માટે પણ પહેલા કોર્ટની પરમિશન લેવી પડે. પરંતુ તેમાં અમારો ઘણો સમય જઈ રહ્યો હતો. બાઈક ચોરી થયું એટલે એ ક્યારે મળી શકે તેનો કોઈ સમય નક્કી ન હતો. મહિનાઓ અને વર્ષ પણ લાગી શકે એવુ હતુ. ત્યારે અમને બે જ વિકલ્પો આપવામાં આવ્યા હતા કે તમે પ્લેનમાં તમારો પ્રવાસ આગળ વધારી શકો છે કયાં તો ભારત પાછા ફરી શકો છો. એ સમયે અમે ઘણા નિરાશ થઈ ગયા હતા. એ સમયે મેં મારા ઘરે ફોન કર્યો. અને આખી વાત કહી. ત્યારે મારા પરિવાર સાથે વાત કરી કે આ વખતે હું પ્રવાસ પૂરો નહીં કરી શકુ. આવુ સાંભળી મારી દિકરીએ કહ્યુ કે ‘મમ્મી તમે કેમ આ સફરનો અંત કરો છો. તમે બીજી બાઈક લઈને પણ પ્રવાસ પૂરો કરી શકો છો.’ એવુ જરૂરી નથી કે, આ બાઈકથી જ પ્રવાસ પૂરો કરવો.’ અને એની વાતનો જ મે અમલ કયોૅ.અને અમે અમારૂ લક્ષ્ય સાકાર કયુૅ જેનો અમને ખુબ જ આનંદ છે.

(1:07 pm IST)