Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વીજતંત્રના પપ હજાર કર્મચારીઓનો ર૦મી સુધીમાં પગાર સુધારણા-લાભો અંગે નિર્ણય લ્યો...નહી તો તબકકાવાર આંદોલન

એમડીને આંદોલનની નોટીસ પાઠવતુ જીબીઆ અને એજીવીકાસઃ કર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી છે !!

રાજકોટ તા. ૬ : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર્સ એસો.એ વીજતંત્રના એમડીને આંદોલન અંગે નોટીસ પાઠવી.જીયુવીએનએલ અનેતેને સંલગ્ન તમામ તાબાની કંપનીઓ હેઠળના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના પગાર સુધારણા અન્વયે અનુસંગિક ભથ્થાઓ અને અન્ય સાહુહિક લાભો અંગે ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા રજુઆત અન્વયે એલાઉન્સ અને એચ.આર.એ.તા.૦૧-૦૧-ર૦૧૬ થી ચૂકવી આપવા અને અન્ય સામુહિક લાભો તાત્કાલિક મંજુર કરવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ અને તેની સલંગ્ન વિવિધ વીજ કંપનીઓમાં માન્યતા ધરાવતા બંને યુનિયન-એસોસીએશન દ્વારા કંપનીઓમાં ફરજ બજાવતા તમામ પપ,૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને સાતમાં પગાર સુધારણા અંતર્ગત આનુસંગિક લાભો અન્વયે ઉપરોકત સંદર્ભિત પત્રથી સયુંકત તથા સ્વતંત્ર નોટીસરૂપે રજુઆત કરવામાં આવેલ છે જે અંગે હજુ આજ દિન સુધી આપના તરફથી કોઇ પ્રત્યુત્તર કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી અમો જીયુવીએલમાં માન્યતા ધરાવતા યુનિયન / એસોસીએશન સયુંકત રીતે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક હિતો, હકકો અને અધિકારોને ધ્યાને લઇને તેઓને આર્થિક લાભો સમયસર મળી રહે અને વધુ આર્થિક નુકશાન સહન કરવું ન પડે તે માટે અમરી માંગણીઓનું સત્વરે નિરાકરણ થાય તે બાબતે ''ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ'' દ્વારા અમોએ લેખિત રજુઆત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સમયાંતરે કરેલ છે.

ઉર્જાક્ષેત્રના તમામ કર્મચારીઓ / અધિકારીઓને સાતમાં વેતનપંચના ભાગ-ર એલાઉન્સ તથા કેન્દ્ર સરકારશ્રી દ્વારા જાહેર કરેલ એચ.આર.એ.ના લાર્થી વંચિત રહેવાથી તેઓ ઘેરા દુઃખની લાગણીઓ અનુભવી રહેલ છે અને દરેક કર્મચારીઓ/અધિકારીઓને મળવા પાત્ર આર્થિક લાભો સમયસર નહી મળવાથી દિલમાં વ્યાપક અસંતોષની લાગણીઓ અમારા સુધી વ્યકત કરવાના લીધે આપશ્રી અમારા આ પત્રને નોટીસરૂપ ગણી તારીખ ર૦-૦૯-ર૦૧૯ સુધીમાં સાતમાં વેતનપંચ અન્વયે મળવા પાત્ર લાભોની અમલવારી કરવા ર (પી) કરારથી થતો હોય જે રાજય સરકારશ્રીથી અલગ અને છઠ્ઠા વેતનપંચના પુર્ણ થતા કરાયેલ કરારની કલમો મુજબ સમયમર્યાદા દશ (૧૦) વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારશ્રીના કર્મચારીઓને અમલી થતા ઉર્જાખાતાની સાતેય કંપનીઓના કર્મચારીઓ/અધિકારીઓને સંપૂર્ણ વેતનપંચનો અમલ કરવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એશોસીએશનની માંગણી છે.

આમ, ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા કરવામાં આવેલ સદર રજુઆતનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિર્ણય નહી આવે તો ત્વરિત અલગથી અંદોલનની નોટીસ આપી તેનો સમયપૂર્ણ થતા આંદોલન ચાલુ કરવાની તમામ કર્મચારીઓ/અધિકારીઓના હક્કોના રક્ષણ માટે ફરજ પડશે જેની નોંધ લેવા સયુંકત વિનંતી છે.

(11:58 am IST)