Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બાળકોમાં કાનુની જાગૃતતાનુ સિંચન કરવા સ્કુલ લીગલ લીટરસી કલબની સ્થાપના

પ્રાથમીક તબક્કામાં કાયદાની સમજ અને તેનુ પાલન કરવા અનુરોધ

રાજકોટ તા. ૦૬: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા એ. એસ. ચૌૈધરી હાઈસ્કુલ ખાતે   શિક્ષકદિન નિમિતે તા. ૦૫, ૦૯.૨૦ ૧૯ ના રોજ સવારના ૯ ૩૦ કલાકે  મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટની કુ. ગીતા ગોપી  દ્વારા ''સ્કુલ લીગલ લીટરેસી કલબનું '' ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટના સેક્રેટરી એચ. વી. જોટાણીયા, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નવીનભાઈ વી. ઠકકર, ચૈધરી હાઈકુલના આચાર્ય  અશોકભાઈ કે. બાણુગરીયા તથા સદરહું કુલ લીગલ લીટરસી કલબના ઁઁટીચર- ઈન્ચાર્જઁઁ તરીકે લાયબ્રેરીયન દિલીપભાઈ સી. કલોલા, શાળાના તમામ ટીચર્સ તથા શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

સદરહું ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચૌધરી હાઈસ્કૂલના આચાર્ય અશોકભાઈ કે.બાણુગરીયાનાઓએ સ્વાગત પ્રવચન આપેલ હતુ.

ત્યારબાદ જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના સેક્રેટરી શ્રી એચ. વી. જોટાણીયા દ્વારા સદરહું સ્કુલ લીગલ લીટરેસી કલબ શરુ કરવા પાછળનો હેતુ જણાવેલ કે કાયદા વિષે યુવાનોને શિક્ષિત કરવામાં આવે કે જેથી તેઓનો કાયદાને વળગી રહેનારા નાગરિકો તરીકે ઉછેર થાય. વધુમાં સદરહું સ્કુલ લીગલ લીટરેસી કલબના અમલીકરણ માટે ટેબલ, ખુરશી, બુકસ, કબાટ, કોમ્યુટર વિગેરે ફાળવવામાં આવેલ છે તેની માહીતી આપેલ તથા દર મહીને એક પેરા લીંગલ વોલન્ટીયર સદરહું કલબમાં અઠવાડીયાના એક દિવસ હાજર રહી શાળાના વિદ્યાર્થીઓ માટે બાળમજૂરી, બાળલગ્નો, રેર્કીગ, સ્ત્રીભુણ હત્યા, રસ્તાઓની સલામતી, સ્વચ્છતા, પોકસો વિગેરે વિષયો અંગે કાનૂની જાગૃતિના પ્રવચનો યોજવામાં આવશે અને સમયાંતરે આવા જ વિષયો ઉપર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, સ્લોગના રાઈટીંગ સ્પર્ધા આયોજીત કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે તેમને પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવશે.

મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન કુ.ગીતા ગોપી સાહેબે જણાવેલ કે લીગલ લીટરસી કલબનો મુખ્ય હેતુ બાળકોમાં કાનૂની જાગૃતતા આવે અને તેમને કાનૂની શિક્ષણ નું રિપંચન પ્રાથમિક તબકકામાં જ થાય અને તેઓનો કાયદાનું પાલન કરનાર વ્યકિત તરીકે વિકાસ થાય તેમજ સમાજના વિશાળ વર્ગને આવરી લઈ જે લોકો કાનૂની હકકથી વંચિત રહી ગયેલ હોય તેઓના કાયદાકીય અને માનવીય હકકોનું રક્ષણ કરી શકે તેવા સક્ષમ નાગરીક તૈયાર કરવાના છે. વધુમાં શાળાના વિધાર્થીઓને બંધારણના આર્ટીકલ-૫૧(એ) હેઠળ આપવામાં આવેલ તમામની મૂળભૂત ફરજોના મહત્વ વિષે સમજાવવામાં આવેલ.

(11:51 am IST)