Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી :સુરતના ડેલિગેશને જીએસટી ઘટાડવા નાણામંત્રી નિર્મલા સીતારામણને કરી રજૂઆત

GST ઘટાડવા અને વર્કિંગ કેપિટલ પરત કરવાની ડેલિગેશને માગ કરી: ઉકેલ લાવવા નાણામંત્રીએ આપી ખાતરી

સુરતનો હીરા ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાયો છે મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગના વેપારીઓ કેન્દ્ર સરકારની શરણે પહોંચ્યા છે. હીરા ઉદ્યોગના ડેલિગેશને દિલ્લીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણને આ અંગે રજૂઆત કરી હતી.આ દરમિયાન મંદીના અનેક કારણો વિશે ચર્ચા થઈ હતી. મુખ્ય કારણે લેબર પર 5 ટકા GST લાગૂ થતા વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. GST લગાવવામાં આવતા વર્કિંગ કેપિટલ બ્લોક થઈ છે.
GST ઘટાડવા અને વર્કિંગ કેપિટલ પરત કરવાની ડેલિગેશને માગ કરી છે. આ બેઠકમાં ડેલિગેશનને નિર્મલા સિતારામણે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. નિર્મલા સિતારામણે અધિકારીઓ સાથે ચર્ચા કરીને સુઝાવ પણ માગ્યા હતા. હાલમાં જ્યારે દેશમાં મંદી જોવા મળી રહી છે ત્યારે તેની અસર સુરતના હીરા ઉદ્યોગમાં પણ નજરે પડી રહી છે. હીરા ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં જાણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓ હાલ કેન્દ્ર સરકારના દ્વારે પહોંચ્યા છે. હીરા ઉદ્યોગના ડેલીગેશન દિલ્હી પહોંચ્યું છે. ડેલીગેશને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સાથે હીરા ઉદ્યોગમાં વધી રહેલી મંદી અંગે રજૂઆત કરી હતી.

(11:46 am IST)