Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદના ચાંદખેડા અને રાણીપમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા : વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા

અમદાવાદ :શહેરમાં  ગુરુવારે સાંજે ૭ વાગ્યા પછી વરસાદી માહોલ જામ્યો હતો જેમાં પહેલાં પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડયો હતો પછી શહેરભરમાં વરસાદી ઝાપટાં પડયાં હતા. શહેરમાં ગુરુવારે સાંજે ૬થી ૯ વાગ્યા દરમિયાનમાં સરેરાશ અડધાથી એક ઇંચ વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ચાંદખેડા અને રાણીપમાં જોવા મળ્યો હતો.ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા

  શહેરમાં સૌથી વધુ રાણીપ, ચાંદખેડા, બોડકદેવ અને ગોતામાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શહેરમાં વરસાદી માહોલ જોતા મ્યુનિ.એ વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.

(11:06 am IST)