Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદમાં દરિયાપુરમાં ધડાકાભેર મકાન ધરાશાયી: કાટમાળમાં રીક્ષાનો કચ્ચરઘાણ

24 કલાકમાં મકાન ધરાશયી થવાનો બીજો બનાવ : કોઈ જાનહાની નથી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનાને 24 કલાકનો સમય પણ વિત્યો નથી. ત્યાં શહેરમાં વધુ એક મકાન ધડાકાભેર તૂટી ગયુ છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલુ એક મકાન ગતરાતે ધરાશાયી થયુ હતુ. મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નથી.પરંતુ કાટમાળમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે.મકાન તોડવા માટે અક વખત સ્થાનિકોએ રજૂઆત કરી હતી.તેમ છતાં મકાન ન ઉતરતા આખરે મકાન તૂટી પડ્યું છે.

(10:52 am IST)