Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરામાં ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાં ગેસ રીફલીંગ કૌભાન્ડ : એજન્સીને સાત દિવસમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારાઇ

એજન્સીએ ટેમ્પો ચાલક અને હેલ્પર સામે ફરિયાદ નોંધાવી છે

વડોદરમાં ધારાસભ્યને પુત્રની ગેસ એજન્સીમાં ગેસ રિલિફિંગ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પુરવઠા વિભાગે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાને સાત દિવસમાં ખુલાસો કરવાની કારણદર્શક નોટીસ આપી છે

  . હિરેન સુખડિયા હેપી હોમ નામની ઇન્ડિયન ગેસ કંપનીની એજન્સી શહેરના નિઝામપુરા વિસ્તારમાં ચલાવવામાં આવે છે.

 શહેરના સમા વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં એજન્સીના કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા ટેમ્પામાં રાખેલા ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરવાનું સામે આવ્યુ હતુ. ત્યારે પુરવઠા વિભાગે એજન્સી ખાતે પહોંચી સમગ્ર મામલે એજન્સીને નોટિસ આપી છે. એલપીજીના 10 બોટલમાં ગેસ ઓછો હતો.અને આ મામલે ગેસ એજન્સીએ ટેમ્પો ચાલક અને હેલ્પર સામે ફરિયાદ નોંધાવી છે.

(10:44 am IST)