Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હિંમતનગરમાં વૃંદાવન હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનો દરોડો 30 હજારમાં થતું હતું ગર્ભ પરીક્ષણ : ડોક્ટર અને દલાલ ઝડપાયા

 

હિંમતનગરમાં કુખના કાતિલ ઝડપાયા છે. હિંમતનગરની વૃદાવન હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી હતી. આ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતુ. આ હોસ્પિટલમાં 30 હજારમાં ગર્ભ પરીક્ષણ થતુ હતુ. ચોક્કસ માહિતીના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી હતી. ડોક્ટર સહિત એક દલાલને પણ ઝડપી પાડ્યો છે.આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સમગ્ર વિસ્તરામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

(11:40 pm IST)