Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

યાત્રાધામ અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ :બજારોમાં પાણી ભરાયા

નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને સ્ટોલોમાં પાણી ઘુસ્યા

 

યાત્રાધામ અંબાજીમાં બપોરે બે વાગ્યે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂર્ણિમાના મહા મેળા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ આટોપી રહ્યું છે. ત્યારે અંબાજીમાં ધોરમાર વરસાદ પડતા બજારમાં પાણી પાણી થઈ ગયું હતું

 આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના વચ્ચે અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જના સાથે ધોરમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને સ્ટોલોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

(1:10 am IST)