Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદના બાઇકસવાર પોલીસકર્મીનો મોબાઈલમાં વાત કરતા વિડિઓ વાયરલ: 1100નો દંડ ફટકારાયો

વાઈરલ થયેલાં ફોટાને આધારે પોલીસકર્મી સામે હેલ્મેટ ન પહેરવું અને ચાલુ બાઈકે મોબાઈલના ઉપયોગ બદલદંડ ફટકાર્યો

અમદાવાદમાં બાઈક પર જતાં એક પોલીસ કર્મીનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ અમદાવાદ પોલીસે પગલાં લેતાં પોલીસકર્મીને દંડ ફટકાર્યો હતો.

પોલીસે જે કર્મીને દંડ ફટકાર્યો છે તેનું નામ વિશ્વાસ રાઠોડ છે. અને તે જીઆરડીમાં ફરજ બજાવે છે. ઓઢવ રિંગ રોડ પરથી પસાર થતી વખતે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. અને તે ચાલુ બાઈકે મોબાઈલ ઉપર વાતો પણ કરી રહ્યો હતો. કોઈ જાગૃત નાગરિકે આ પોલીસકર્મીનો ફોટો પાડી લીધો હતો. જે બાદમાં વોટ્સએપ સહિતનાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

અમદાવાદ પોલીસ પાસે જ્યારે આ ફોટો પહોંચ્યો તો તેઓએ તાત્કાલિક આ પોલીસકર્મીને દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ પર વાઈરલ થયેલાં ફોટાને આધારે પોલીસકર્મી સામે હેલ્મેટ ન પહેરવું અને ચાલુ બાઈકે મોબાઈલના ઉપયોગ બદલ 1100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને આ દંડની જાણકારી અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

(10:29 pm IST)