Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરામાં વકરતો રોગચાળો :વિવિધ બીમારીના 6642 કેસ અને ઝાડા ઉલ્ટીના 583 દર્દી નોંધાયા

છાણી અને આજવા વિસ્તારની મહિલાઓના સારવાર દરમિયાન મોત થતાં તંત્રમાં દોડધામ

વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકરતા ગર્ભવતી મહિલા સહિત બે દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે તંત્ર રોગચાળા સામે કોઈ નક્કર પગલા ભરે તેવી લોકો માગ કરી રહ્યાં છે. ચોમાસાની આ સીઝનમાં વડોદરામાં જાણે મેઘરાજાની વધુ મહેર રહી હોય તેમાં બેથી ત્રણ વખત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરામાં પુર બાદ રોગચાળો બેકાબુ બન્યો છે અને ખાનગી હોસ્પિટલો હોય કે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ રોગચાળાનો ભોગ એક ગર્ભવતી મહિલા સહિત બે લોકો બન્યા છે. પુર પછી વિવિધ બીમારી ના 6642, અને ઝાડા ઉલ્ટીના 583 દર્દી નોંધાયા છે. પરિણામે લોકોમાં પાણીજન્ય રોગની દહેશત જોવા મળી રહી છે.

   વડોદરામાં વકરતા જતા રોગચાળાના પગલે છેલ્લા ત્રણ મહિનામાં પાંચ લોકોના મોત થયા છે. છાણી અને આજવા વિસ્તારની મહિલાઓના સારવાર દરમિયાન મોત થતાં તંત્રમાં દોડધામ વધી છે. શહેરમાં હજુ પણ દૂષિત પાણીની સમસ્યા છે ત્યારે પાણીજન્ય રોગથી થતાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે

(10:00 pm IST)