Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ધનસુરાના હરિપુરા કંપાના કુવામાં પરણિત પ્રેમી યુગલે ઝંપલાવી દુનિયાને અલવિદા કહી :ચકચાર

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના હિરાપુરા કંપા નજીક આવેલા કુવામાં પરણિત પ્રેમી યુગલે સજોડે ઝંપલાવી દુનિયાને અલવિદા કહ્યું છે  મૃતક યુવક ધનસુરા તાલુકાના બાજીપુરા ગામનો અને મૃતક યુવતી બાયડ તાલુકાના લીંબ ગામની છે.

  આ અંગે મળતી વિગત મુજબ ધનસુરા તાલુકાના બાજીપુરા ગામના મુકેશસિંહ અરવિંદસિંહ મકવાણા અને બાયડ તાલુકાના લીંબ ગામની ૨૨ વર્ષીય મહિલા ભાવનાબેન મદનસિંહ ચૌહાણ રવિવારે ઘરે થી સાથે જીવવા મરવાના કોલ સાથે નીકળી ગયા હતા. બંને પ્રેમી યુગલે સમાજ નહિ સ્વીકારેનાં ડર થી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કરી ધનસુરાના વડાગામ નજીક આવેલા હિરાપુરા કંપા નજીક પહોંચી કુવામાં ઝંપલાવી ફાની દુનિયાને અલવિદા કહી દેતા ભારે ચકચાર મચી હતી. કુવામાં યુવક-યુવતીની લાશ તરતી હોવાની માહિતી વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

પ્રેમી પંખીડા પરણિત હોવાથી પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મૂક્યું હતું. પ્રેમી પંખીડાના આપઘાત થી બે પરિવાર વિખેરાતા ભારે ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસે વિનોદભાઈ લધાભાઈ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી યુવક-યુવતીની લાશને કુવા માંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:56 pm IST)