Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદમાં દિવ્યાંગ યુવતિનું અપહરણ કરીને દુષ્‍કર્મ આચરનાર દિવ્યાંગ શખ્સની ધરપકડ

અમદાવાદ: શહેરમાં મૂક-બધિર યુવતીને તેના ઘરે ઉતારી જવાનું કહી અપહરણ કરી અસલાલી રીંગરોડ લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બળાત્કાર ગુજારનાર અપંગ યુવાનએ પોતાનો હવસનો શિકાર બનાવી મૂક-બધિર યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ ગણતરીના કલાકોમાં અપંગ યુવાન ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડીમાં રહેતી વિધવા વૃધ્ધાને ચાર સંતાનો છે. જેમાં એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. આ પુત્રની 23 વર્ષની પુત્રી તેના દાદી સાથે રહે છે. બે દિવસ પહેલાં વૃધ્ધા મજૂરી કામે ગયેલ હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે 23 વર્ષની પૌત્રીની ભાળ મળી ન હતી જેથી પરિવાર સાથે મળી તેની શોધખોળ હાથ ધરી પણ તે મળી ન હતી. દરમિયાન મોડી રાત્રે એક અપંગ વ્યક્તિ વાહન પર આ યુવતીને ઘરે લઇને આવ્યો હતો. બાદમાં યુવતીને જોતાં તેના કપડાં પર માટી જોવા મળી હતી. જેથી તેની પૂછપરછ કરતા વાહન પર મૂકવા આવેલો અપંગ શખ્સ બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ પરિવારને જણાવ્યું હતું.

આ ઘટનામાં પોલીસ અધિકારીઓ કાંકરિયા નજીક તપાસ કરવા નીકળ્યા હતા. દરમિયાન ફૂટપાથ પર બેઠેલી એક મહિલા મળી અને તે અમરાઇવાડીમાં મંદિરે જતી હોવાથી તેને ઓળખતી હોવાનું જણાવ્યું હતું. રાત્રે મૂક-બધીર યુવતી ફરતી ફરતી ત્યાં આવી હતી. અને બાદમાં એક અપંગ વ્યક્તિ તેને વાહન પર બેસાડી ઘરે મૂકવા જવાનું કહી લઇ ગયો હતો. આ શખ્સે તેને ઘરે મૂકવાના બહાને કૂકર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ ગિરફતમાં રહેલ અંપગ મંગેશ ભારદ્વાજએ મુક-બધીર યુવતીને ઘરે મુકવી જવાની લાલચ આપીને પોતાના સાઇડ કાર સ્કુટર પર અસલાલી રિંગરોડ પર લઇ ગયો હતો. ત્યા રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ મૂક-બધીર યુવતી સાથે અંધારામાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. અંપગ આરોપી મંગેશ ભારદ્વાજ પુછપરછ કરતા તેણે આ ઘટનાની કબુલાત કરી હતી. પોલીસ તપાસ કરતા આરોપી મંગેશ ભારદ્વાજ કાંકરિયા પાસે સાઇડ કાર સ્કુટર પર આઇસ્ક્રિમ વેચાણ કરે છે. જે પોલીસ કબ્જે કરીને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં માત્ર 20 દિવસમાં 3 મૂક-બધીર બાળાઓ પર દુષ્કર્મની ઘટનાએ શહેરીજનો નિશંબ્દ કરી નાખ્યા છે..પોલીસ 3 કેસમાં આરોપીની અટકાયત કરી છે પરંતુ આવી ઘટનાઓ અટકે તે સમયની માંગ છે..આ અબોલી બાળાઓ માટે સમાજે પણ અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

(4:58 pm IST)