Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સુરતના પાંડેસરા વિસ્‍તારમાંથી પ્રસ્થાપિત કરેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિની તસ્કરો ચોરી કરી જતા લોકોમાં રોષ

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પ્રસ્થાપિત કરેલા ભગવાન જગન્નાથની મૂર્તિ અજાણાય તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો ઉડીયાવાસીઓ દ્વારા ભગવાનની મૂર્તિ વહેલી તકે પરત લાવવાની માંગ કરી છે. જો ચોરાયેલી મૂર્તિ નહિ લાવવામાં આવે તો ઉગ્ર દેખાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતા નગરમાં ભગવાન જગન્નાથની મૂર્તિ મંડપમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. તે દરમિયાન રાત્રી વેળાએ કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા ભગવાન જગન્નાથની મૂર્તિની ચોરી કરી લેવામાં આવી હતી. વહેલી સવારે જ્યારે આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને મૂર્તિ પરત લાવી આપવાની માગ કરી હતી. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ અને ઉપરી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

હાલ તો કોઇ સ્થાનિક દ્વારા જ આ હરકત કરવામાં આવી હોવાની શક્યતા વર્તાઇ રહી છે. પોલીસ દ્વારા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ ઉડીયાવાસીઓ દ્વારા ભગવાનની મૂર્તિ વહેલી તકે પરત લાવવાની માગ કરી છે. જો ચોરાયેલી મૂર્તિ પરત નહી લાવવામાં આવે તો ઊગ્ર દેખાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(4:55 pm IST)