Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

નર્મદામાંથી સિચાઇમાંથી પાણી છોડવાની જાહેરાત : ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી મધરાતથી જ છોડાશે :રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે.

 

અમદાવાદ :રાજ્ય સરકારે નર્મદામાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી મધરાતથી છોડવાનો નિર્ણય કરાયો છે. પહેલાં 7 હજાર ક્યુસેક પાણી છોડાતુ હતું . પાણીનો લાભ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે.

    અાજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં અાવ્યો છે. ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ડાંગરના ઉભા પાકને બચાવવા માટે નર્મદાનું પાણી અતિ મહત્તવનું સાબિત થશેહાલમાં ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારમાં અપૂરતો વરસાદ ચે. ત્યારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઈપ લાઇન દ્વારા નર્મદાના પાણીથી અનેક તળાવો ભરવાની કામગીરી ચાલું છે. આગામી દિવસોમાં પણ જ્યાં જરૂરિયાત ઉભી થશે ત્યાં પાઇપ લાઇન દ્વારા નર્મદાના પાણીથી તળાવો ભરીને આસપાસના વિસ્તારોમાં ખેતી માટે સિંચાઇનું પાણી પુરું પાડવામાં આવશે. આમ ખેડૂતો માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં અાવ્યો છે. ખરીફ સિઝન માટે  આ નિર્ણય અતિ અગત્યનો સાબિત થશે.

(12:33 am IST)