Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સુરતના કાપોદ્રામાં પાટીદારો યુવાનોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા

ધારુકાવાળા કોલેજ બહાર 200 જેટલા યુવાનોએ હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાંસુત્રોચાર કર્યા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાટીદાર કોલેજના યુવાનોએ હાર્દિકના સમર્થનમાં નારા લગાવ્યા હતા. સમર્થનમાં ઉતરેલા યુવાનોએ કોલેજ અને શાળા પણ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો છે.જોકે પોલીસ પહોંચી હતી. જેથી થોડીવાર માટે ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી

   કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજ બહાર આશરે 200 જેટલા યુવાનોએ હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાં જય સરદારના નારા લગાવ્યા હતા. જય સરદાર જય પાટીદાર ટોપી પહેરીને આવેલા યુવાનોએ હોબાળો મચાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

(9:01 pm IST)