Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પલસાણાના કડોદરામાં ફેસબુક પર યુવકને ફોસલાવી વિદેશી યુવતીએ 27 લાખ પડાવી લેતા ચકચાર

પલસાણા:તાલુકાના કડોદરા ખાતે રહેતા અને જમીન દલાલી કરતા યુવાને ફેસબુક પર વિદેશી નામધારી યુવતિ સાથે મિત્રતા થયા બાદ વિદેશી યુવતિએ ફેમીલી ગીફ્ટ મોકલવાનું કહી કસ્ટમ વિભાગમાંથી કન્સાઇન્મેન્ટ છોડાવવાના નામે અનેક મોબાઇલ નંબરથી ફોન કરતા અવારનવાર બેંકના અલગ અલગ ખાતામાં રૂ. ૨૭.૦૯ લાખ જમા કરાવ્યા હતા. બાદમાં યુવાને દિલ્હી તપાસ કરતા છેતરાયો હોવાનું જણાતા ૪ જણા વિરૂદ્ધ મોબાઇલ નંબર સાથે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

કડોદરાની કૈલાશધામ સોસાયટીમાં પ્રમોદકુમાર પરશુરામ સીંગ (મૂળ બિહાર) પરિવાર સાથે રહે છે અને જમીન દલાલીનું કામ કરે છે. ગત ડિસેમ્બર ૨૦૧૭માં ફેસબુક પર હાનાડોનાલ્ડ ઉર્ફે હાનાયે નામની સ્ત્રીએ ફેસબુક મેસેન્જર એપ્લીકેશનનો મેસેજ મોકલ્યો હતો. તેણીએ પ્રમોદકુમારને ખૂબ  જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાની છે, જેથી ઇમેલ આઇડી ઉપર વાત કરવાની હકીકત જણાવી હતી.

(4:49 pm IST)