Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વડોદરામાં નકલી પાવર બેન્કનું વેચાણ કરનાર યુપીની ગેંગ પોલીસના સકંજામાં

વડોદરા:મોબાઇલ ચાર્જ કરવા માટે ડુપ્લિકેટ પાવર બેન્કનું વેચાણ કરતી ગેંગને એસઓજીની ટીમે ઝડપી પાડી છે.

જેતલપુર વિસ્તારના મિતલ ગેસ્ટ હાઉસ પાસેના સબર મંજિલમાં રોકાયેલી ગેંગ દ્વારા એમઆઇ કંપનીના નામે મોબાઇલ ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાતી પાવર બેન્ક બનાવીને શહેરની દુકાનોમાં પધરાવવામાં આવતી હોવાની વિગતોને પગલે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચ એમ ચૌહાણની સૂચનાને પગલે હેકો હેમરાજસિંહ અને ટીમે છાપો માર્યો હતો.

પોલીસે યુપીના સરહાનપુર જિલ્લામાં સરસવા ગામે રહેતા(૧) સાદાબ જમીલએહમદ મલિક (૨) મો.સદ્દામ જમીલ એહમદ મલિક (૩) મો.અરસદ અલીશેર મલિક અને (૪) મો.અકિલ નાઝઇરહસન મલિકની ધરપકડ કરી ૨૦૪ નંગ ડુપ્લિકેટ પાવર બેન્ક અને એક મોબાઇલ કબજે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન ડુપ્લિકેટ પાવર બેન્કનો સપ્લાયર સરસવા ગામનો નફિજ મલિક હોવાનું ખૂલતાં ગોત્રી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

(4:49 pm IST)