Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કપડવંજના મુવાડામાં બહેનને મળવા આવેલ યુવાનની કુવામાંથી લાશ મળી આવતા અરેરાટી

કપડવંજ: તાલુકાના માંડવાના મુવાડા ગામે બહેનને મળવા આવેલ યુવાનની કૂવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ બાયડ તાલુકાના ઝાખરીયામાં રહેતો જશપાલસિંહ રાયમલસિંહ સોલંકી ગત તા.૨૮ ઓગસ્ટ,૨૦૧૮ના રોજ પોતાની બહેન કવિતાબેન ઉર્ફે સુધા ભદ્રેશભાઈ ઝાલાના ઘરે માંડવાપુરા (કપડવંજ) આવ્યો હતો. દરમિયાન ગત તા.૧ સપ્ટે.ર૦૧૮ના રોજ જયપાલસિંહ બહેનને ગામમાં ફરવા જવાનું કહી નીકળ્યો હતો. બાદમાં ઘરે પરત ન આવતા શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો મળ્યો ન હતો. 

દરમિયાન ગઈકાલે સાંજે માંડવાના મુવાડા ગામે ઈશ્વરભાઈ રમણભાઈ ગોસ્વામીના કૂવામાં લાશ તરતી જોવા મળી હતી. જેની જાણ થતાં લોકોના ટોળા કૂવા ઉપર દોડી ગયા હતા. જ્યાં કૂવામાંથી લાશ બહાર કાઢતા તે જયપાલસિંહ સોલંકીની હોવાની ઓળખ થઈ હતી. આ યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતા ડૂબી ગયાની શંકા છે. બનાવ અંગે કવિતાબેન ઉમેદભાઈ ઝાલાએ જાણ કરતા કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:47 pm IST)