Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હું આ વિસ્તારનો દાદા : પોલિસ ઉપર હુમલો કરી રિક્ષાચાલકે રિક્ષા સાથે માથા પછાડયા

અસામાજિકો માથું ઉંચકતા જાય છે : પોલિસ લાચાર

અમદાવાદ તા. ૬ : કાલુપુરમાં રિક્ષા ચાલકે પોલીસ પર હુમલો કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. રિક્ષા ચાલકે પોલીસ ચોકીમાં જઇને રિક્ષા સાથે માથા પછાડીને હંગામો મચાવીન પોલીસને ધમકી આપી હતી.

કાલુપુર ઇનગેટ બીટ ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા વિજયકુમાર ગઇકાલે રીલીફરોડ ચાર રસ્તા પાસે ફરજ બજાવતા હતા. ત્યારેેે ગેર કાયદે ફેરા કરતા રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરતી હતી અને જાહેર રોડ પર પાર્ક કરેલા વાહનો હટાવવાની કામગીરી કરતા હતા. આ સમયે કાલુપુરમાં કડીયાકુઇ ખાતે રહેતા મોહસીન શેખને રિક્ષા હટાવવાનું કહેતા તેણે રિક્ષા હટાવવાની ના પાડી હતી.

એટલું જ નહી પોલીસ સાથે તકરાર કરીને હુ આ વિસ્તારનો દાદા છુ તેમ કહીને બીજા તેના સાથીદારો બોલાવીને પોલીસ સાથે તકરાર કરતાં પોલીસ તેની ધરપકડ કરીને ટ્રાફિક બુથ પર લઇ ગઇ હતી જયાં પોલીસ પર આક્ષેપ કરવા રિક્ષા સાથે માથુ પછાડીને બુમાબુમ કરીને હંગામો મચાવ્યો હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે મોઇન શેખ, મોહસીન શેખ તથા જુનેદ શેખ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)