Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હાર્દિકને મળવા વાળા બધા આરોપી હોય એવું વર્તન: જેલમાં ઉપવાસ થતા હોય લાગ્યું :અહીં બંધારણની તમામ કલમોને સસ્પેન્ડ:નિવૃત જજ

મુંબઈ હાઈકોર્ટના નિવૃત જજ બી.જી. કોલસે પાટીલના ગંભીર આરોપ

અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે મુંબઈ હાઈકોર્ટના નિવૃત જજ બી.જી. કોલસે પાટીલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નિવૃત જજે હાર્દિક સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. તેમણે હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચતા જ પોલીસનો કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું

  તેમણે કહ્યું કે, હ્યુમન રાઇટ એક્ટીવિસ્ટ હોવાને નાતે ઘણી વાર જેલમાં મળવા જઉં છું પણ આજે અહીં જે જોવા મળ્યું તેવુ ક્યાયં જોવા મળ્યું નથી. મને મારી જાત વિશે પુછવામાં આવ્યું અહીં બંધારણના તમામ કલમોને સસ્પેન્ડ કરી છે. અહીં જેલમાં ઉપવાસ થઇ રહ્યા હોય તેમ લાગે છે. હાર્દિકને મળવા વાળા બધા આરોપી હોય એવું વર્તન થઇ રહ્યું છે.

(3:40 pm IST)