Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભરૂચ પાલિકા પ્રમુખની પુત્રીની બર્થ ડે પાર્ટીમાં આવેલા ભૂલકાઓને રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યો રાષ્ટ્રધ્વજ

ભરૂચમાં 11 વર્ષની પર્લ ચાવડાએ જન્મદિવસ રાષ્ટ્રીય અને દેશભક્તિની ભાવના સાથે ઉજવ્યો

ભરૂચમાં પણ જન્મદિવસ રાષ્ટ્રીય અને દેશભક્તિની ભાવના સાથે ઉજવાયો હોવાનો પ્રસંગ સામે આવ્યો છે.

ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની 11 વર્ષની પુત્રી પર્લનો જન્મદિવસનો પ્રસંગ હતો. પર્લ 12 માં વર્ષમાં પ્રવેશી રહી હતી. માતા શ્રુતિબેને દીકરીનો જન્મ દેશ અને રાષ્ટ્રભક્તિ સાથે ઉજવવાનો વિચાર આવ્યો . 12 માં વર્ષમાં પ્રવેશેલી દીકરી પર્લ પણ માતાના આ વિચારથી ખુશ થઈ ઉઠી.

બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું. 100 થી વધુ ભૂલકાઓ આ જન્મદિવસની ઉજવણીમાં જોડાયા. પ્રસંગ પૂર્ણ થતાં બાળકોને રિટર્ન ગિફ્ટમાં અપાયો તિરંગા. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અમૃત મહોત્સવ ઉપર હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા થકી 13 થી 15 ઓગસ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં ભરૂચના લોકો અને ખાસ કરીને અવતીકાલનું ભવિષ્ય એવા ભૂલકાઓ પણ દેશભક્તિના રંગે રંગાય અને તેમનામાં દેશપ્રેમ ઉમટે તે માટે દીકરીના જન્મદિવસે રાષ્ટ્રધ્વજ રિટર્ન ગિફ્ટમાં દરેક બાળકને આપવામાં આવ્યો હતો. બાળકો પણ ખુશ ખુશાલ થઈ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા નો સાદ છેડી આ રિટર્ન ગિફ્ટ મેળવી રાજી રાજી જોવા મળ્યા હતા.

(12:38 am IST)