Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

બાકરોલ હરિધામ ખાતે આત્મીય ધામના બોર્ડ બદલવા વિવાદ :પોલીસ મથકે પહોંચ્યો : બંને જૂથે રજૂઆત કરી

પ્રબોધ સ્વામી જૂથના સેવક દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપી ફરિયાદ કરીને પોલીસ રક્ષણની માંગણી કરી

સોખડા હરિધામ મંદિરમાં ગાદીનો વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે પ્રબોધ સ્વામી જૂથના સંતોને રહેવા માટે બાકરોલ ખાતે વચગાળાની સુવિધા કરી આપી છે. ગતરોજ બાકરોલ હરિધામ ખાતે આત્મીય ધામના બોર્ડ બદલવા માટે માથાકૂટ થઇ હતી. માથારકૂટ બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અને પ્રબોધ સ્વામી જૂથના સેવક દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપી ફરિયાદ કરીને પોલીસ રક્ષણની માંગણી કરી હતી.

આજે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા ગતરાત્રે એક વિડીયો જારી કરવામાં આવ્યો હતો. તેમાં તેમના તરફે સમદ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. બાકરોલના સેક્રેટરી ડો. આસવ પટેલે વિડીયોમાં જણાવ્યું કે, આજરોજ બાકરોલ વિદ્યાધામમાં આજે સવારે આખા કેમ્પસમાં નવા બેનરો કે વ્યવસ્થાઓ કરવાની નક્કી થયેલી છે. તે માટેના કારણોસર નક્કી થયેલા બાબતો માટે જે બેનરો બદલવાનો નિર્ણય કમિટી દ્વારા લેવાયો હતો. તે કરવા માટે અમે જે વ્યક્તિઓને કામ સોંપ્યુ હતું. તે વ્યક્તિઓ ત્યાં બેનર બદલવા માટે ગયા હતા. ત્યાં બેનર બદલતા નામદાર હાઈકોર્ટમાંથી ઈન્ટ્રીમ જજમેન્ટ પરથી ચેરીટી કમિટી દ્વારા જે પ્રકારનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. તે પ્રમાણે ત્યાં રહેવા માટે આવેલા સંતો દ્વારા પરિસરમાં આ કામ કરી શકાય નહિ તેમ કહેવામાં આવ્યું હતું.

મારી સાથે આ પરિસરના પ્રમુખ મેહુલભાઈ પટેલ છે. અમે આખી કમિટી સાથે આજે સાંજે પણ પરિસરમાં દર્શનાર્થે જે કોઈ આવેલા હરિભક્તો હતા. તેમને લઈને ગયા હતા. પણ બપોરના થયેલા વિવાદ માટે ત્યાં રહેવા માટે આવેલા સંતોએ પોલીસમાં ખોટી રજૂઆત કરીને અમારી અટકાયત કરી હતી. પરિસરમાં પોલીસ હાજર હોવાથી અમે તેમને સમજાવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અમે કહ્યું હતું કે, અમે માત્ર દર્શન કરવા માટે આવ્યા છે. આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત 14થી 21 ઓગસ્ટ સુધી અમે ધર્મ અને ભક્તિના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જેના અનુસંધાને અમે જે બેનરો લગાવવાના હતા. તેના માટે અમારી ટીમ ત્યાં પહોંચી હતી. પણ આ લોકોએ ખોટી રજૂઆત કરી અમને અટકાવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારથી તે લોકો આવ્યા છે. ત્યારથી આજદીન સુધી તેમણે જે પણ માંગ્યુ છે તેમજ જે કંઈ વ્યવસ્થાઓ જોઈએ છે. તે કમિટી અને સંસ્થા દ્વારા આપવામાં આવી છે. આજની તારીખમાં એ લોકો જે કેમ્પસમાં રહે છે. ત્યાં પણ તેમને તમામ વ્યવસ્થાઓ આપવામાં આવી છે.

 

મને ચિંતા માત્ર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને બહારથી દર્શનાર્થે આવતા લોકોની છે. તેમને પણ તમામ સુવિધાઓ આપવામાં આવે કાળજી લેવામાં આવે. જેથી કરીને આજે અમે આપના માધ્યમથી તમને જણાવવા માંગીએ છેકે, આજે જે બનાવ બન્યો છે. અમે તેનું ખંડન કરીએ છીએ. આટલી સરસ યુગ પુરૂષની 50 વર્ષથી થતું કાર્ય છે. જેનું અમે જતન કર્યું છે. આજે અમે ટ્રસ્ટી છીએ. કારણ કે, અમે એનું જતન કરી શકીએ છે. તેમજ આવનાર ભક્તોનું રક્ષણ કરી શકીએ.

ફરિયાદ થતા પોલીસને સમજાવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ નામદાર કોર્ટની અંદર ચાલતો કેસ છે. તમે મામલતદાર અથવા કલેકટર પાસેથી મંજૂરી લઈ આવો તો અમે તમને અંદર જવા દઈશું. તો પણ તેમણે ચાર વ્યક્તિઓને દર્શન કરવાની માંગણી કરી હતી. જે અમે સ્વીકારીને ગયા પણ હતા. આથી અગાઉ જ્યારે તેમણે આખા પરિસરમાં અમે ટ્રસ્ટી તરીકે મુકાયા હતા. ત્યારે જે લોકો રહેવા આવ્યા છે. તે પક્ષના હરિભક્તો 600થી 700 લોકોને સારી રીતે આવકાર્યા હતા. અમે તે વખતે પોલીસને માંગ કરી હતી, ત્યારે પોલીસે બધાને આવા દિધા હતા. તો આ વખતે શા માટે રોકવામાં આવ્યા. તે એક મોટો પ્રશ્ન છે. ખરા અર્થની અંદર આ સ્વામીજીનું સંકુલ છે. સ્વામીજીએ જેને અનુગામી સ્થાપ્યા છે. તેવા પ્રેમ સ્વરૂપ સ્વામીજીના તાબામાં આવતું આ મંદિર છે. જેમાં આવતા હરિભક્તોને રોકવા માટે અટકાવતા આ ખૂબ મોટો પ્રશ્ન છે.

(12:30 am IST)