Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગુજરાત ઇન્‍ડ. બેંકના ડીપોઝીટરોના ફસાયેલા નાણા અપાવવા ગોવિંદભાઇની રજુઆત

રાજકોટ તા. ૬ : ગુજરાત ઇન્‍ડ. કો.ઓ.બેંકના ડીપોઝીટરોને તેમની રકમ પરત આપવા ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે  કેન્‍દ્રના સહકાર મંત્રી અમિતભાઇ શાહ સમક્ષ રજુઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે ફિડચામાં ગયેલ ગુજરાત ઇન્‍ડ. બેંકના અનેક નાના ડીપોઝીટરોની રકમ ફસાઇ છે. એક લાખ કરતા વધુની ડીપોઝીટ કરનારા હજારો ડીપોઝીટરો છે. હાલ બેંક પાસે પૈસા પણ છે અને બેંકની ઘણી મોટી પ્રોપર્ટી છે. ત્‍યારે હજારો ડીપોઝીટરોને તેમના નાણા પરત મળે તેવા પ્રયાસો થાય તે જરૂરી છે. સરકારે સુરત ખાતે ડાયમંડ કો.ઓ.બેંક જે રીતે પુનઃ જીવત કરેલ તે રીતે આ બેંક પણ કાર્યરત થાય તો મોટુ કાર્ય થયુ ગણાશે. તેમ ગોવિંદભાઇ પટેલે રજુઆતમાં જણાવેલ છે.

(3:26 pm IST)