Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું: મોન્સૂન ફેસ્ટિવલ-2021નો પ્રારંભ

ફરજીયાત માસ્ક સાથે મર્યાદિત સંખ્યા માં પ્રવાસીઓએ કાર્યક્રમની મજા માણી

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળા એ ખીલી ઉઠયું છે. કુદરતે મનમૂકીને સાપુતરામાં સૌંદર્ય વિખેર્યું હોય તેવા દ્રશ્યો દેખાતા ગુજરાત પ્રવાસન વિભાગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં કોવિડ ગાઈડલાઇન્સ મુજબ કેટલાક નિયમો સાથે મોન્સૂન ફેસ્ટિવલ 2021 ની શરૂઆત કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

કોરોનાની પ્રથમ લહેરમાં ચુસ્ત લોકડાઉન ને લઈને વર્ષ 2020માં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નહતું જેના કારણે પ્રવાસીઓના નારાજ થયા હતા. જોકે આ વર્ષ ત્રીજી લહેર ની આશનક વચ્ચે પણ સાપુતારા આવતા પર પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે ખાસ કેટલાક નિયમો સાથે મોનસૂન ફેસ્ટીવલનું આયોજન કર્યું છે. સર્પગંગા તળાવ ના કિનારે મોટા ડોમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય એ રીતે અને ખુલા આકાશ નીચે ઓડિટોરિયમ 150 લોકો બેસીને રંગારંગ અને સાંસ્કૃતિ કાર્યક્રમ માણી શકે એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. 150 થી વધારે લોકોના પ્રવેશ ઉપર પ્રતીબન્ધ મુકવામાં આવયો છે. ફરજિયાત માસ્ક સાથે મર્યાદિત સંખ્યા માં પ્રવાસીઓએ કાર્યક્રમની મજા માણી હતી. ફેસ્ટિવલ સાથે લોકોને રોજગારી મળી રહે તે માટે ખાસ બોટિંગ હાઉસ નજીક હસ્તકલા બજાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ ગ્રામીણ લોકોએ બનાવેલ વસ્તુઓ ખરીદી શકે તેમ આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલમાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કહ્યું હતું કે ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ કરી શક્યા ન હતા જોકે આ વર્ષે આયોજન કર્યુ અહીંયા આવીને જોતા એવું લાગે છે કે નિર્ણય બરાબર છે.

ઉલખનિય છે કે 10 વર્ષ પહેલાં સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ મોનસૂન ફેસ્ટિવલ નો હેતુ સિદ્ધ થયો છે. પહેલા સાપુતારા માં પ્રવાસીઓને બોલાવવા પડતા હતા જ્યારે આજે ખૂબ મોટી સનખ્યામાં પ્રવાસીઓ આવે છે.મોન્સૂન ફેસ્ટિવલ માં યોજાયેલ કાર્યક્રમ માં વિવિધ ગુજરાતી સંસ્કૃતિના રમઝટ થી ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા.

 

(10:50 pm IST)