Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાતીઓએ રૂ. 155 કરોડથી વધુ સાઇબર છેતરપિંડીમાં ગુમાવ્યા

2020માં રાજયની સાઇબર સેલ હેલ્પલાઇનને 23,055 ફોન અને 2021માં છેલ્લાં સાત જ મહિનામાં હેલ્પલાઇનમાં છેતરપિંડીના 14,270 કોલ આવ્યા

અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળાને લીધે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા હતા હતા અને અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા. લોકોએ સાવચેતી રીતે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઓનલાઇન મગાવતા થઈ ગયા છે. જેથી ઓનલાઇન વ્યવહારોમાં વધારો જોવા મળ્યો હતો.

રાજ્યમાં પણ ઓનલાઇન વ્યવહારોમાં વધારો થયો છે. જેથી સાઇબર છેતરપિંડીમાં વધ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ 2020માં રાજયની સાઇબર સેલ હેલ્પલાઇનને 23,055 ફોન આવ્યા, જેમાં લોકોએ સાઇબર ફ્રોડમાં 87.65 કરોડ રૂપિયાના નુકસાન બાબતે ફરિયાદ નોંધાવી હતી. લોકડાઉનના સમયમાં અનેક સાઇબર ક્રાઇમ ગુનેગારોએ માથું ઊંચકયું હતું. જેથી આ ઘટનાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી.વર્ષ 2021માં છેલ્લાં સાત જ મહિનામાં હેલ્પલાઇનમાં છેતરપિંડીના 14,270 કોલ આવ્યા છે, જેમાં રૂ. 67.61 કરોડની છેતરપિંડી નોંધાઈ છે. જો સાઇબર સેલના અધિકારીઓ આ વર્ષે રૂ. 11,85,29,252 ફ્રીઝ કરવામાં સફળ રહ્યા છે, જે ગયા વર્ષની તુલનાએ વધારે છે. જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીમાં છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 155 કરોડથી વધુ નાણાં ગુમાવ્યા છે તેમ જ 221 કરોડથી વધુ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

 દેશમાં છેલ્લા એક વર્ષમાં 59 ટકાથી વધુ વયસ્ક ભારતીયો સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. અહેવાલ મુજબ 2.7 કરોડ ભારતીય વયસ્ક ચોરીના શિકાર થયા છે અને દેશમાં 52 ટકા વયસ્ક લોકો જાણતા નથી કે સાઇબર ગુનાથી કેવી રીતે બચી શકાય છે.

(10:40 pm IST)