Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રાજપીપળા કોર્ટ નજીક કેસનું સમાધાન કરી નાખવા મહિલાને ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટ નજીક મહિલાને કોર્ટ કેસમાં સમાધાન કરવા ધમકી આપનાર બે શખ્સો સામે મહિલાએ ફરીયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતું મુજબ રાજપીપળા નવા ફળીયામાં રહેતા સમીમબાનુ ઇમરાનભાઈ શેખની ફરીયાદ અનુસાર તારીખ 4 ઓગસ્ટ એ પોતાના ઘરે હાજર હતા તે વખતે બપોરના આશરે બે વાગે તેમના ઘરની બાજુમાં ભાડે રહેતા
ઝાકીરખાન આજમખાન પઠાણ પોતાના ઘરમાં રહી  સંભળાવેલ કે અમારા વિરૂધ્ધ જે ફરીયાદ કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે છે તેનું સમાધાન કરી નાંખજો નહીતર બધાને પતાવી દઇશુ તેમ કહી ગાળો બોલી ત્યારબાદ સમીમબાનું અને અન્યો રાજપીપલા કોર્ટમાં જુબાની આપીને કોર્ટની બહાર નીકળેલા તે વખતે કોર્ટના ગેટની આગળ ઝાકીરખાન આજમખાન પઠાણ અને ઇકબાલ ખાન આઝમખાન પઠાણ બન્ને રહે.નવાફળીયા, રાજપીપળા એ સામેવાળા ને જણાવ્યું કે તમે અમારા ઉપર ૩૦૭ નો કેસ કરેલો છે તેનું સમાધાન કરી દો નહીતર જાનથી મારી નંખીશુ તેવી ધમકી આપતા સમીમબાનું એ બંને વિરુદ્ધ ફરીયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:39 pm IST)