Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને લીયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિશાળ રક્તદાન શિબિર યોજાશે

રવિવારે લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ વિરમગામ ખાતે સવારે 9 થી 5 સુધી રક્તદાન શિબિર : રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :તારીખ:- ૮/૮/૨૦૨૧, રવિવારે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને લીયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા  વિશાળ રક્તદાન શિબિર યોજાશે.  

   રવિવારે લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ વિરમગામ ખાતે સવારે 9 થી 5 સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને લીયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા સેવાનો ભેખધારી,બ્લડ ડોનેશનના સદીવીર, અલગારી આપણાં સૌનો બિરજુબાવો એવા સ્વ. બિલજુભાઈ ગુપ્તા ને ખુબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને કરાવીને શ્રદ્ધાંજલી આપવાનો એક ઉમદા પ્રયાસ છે અને રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી આવી રહી છે

(6:29 pm IST)