Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરાના અલકાપુરી રોડ નજીક પુરઝડપે કાર ચલાવતા શખ્સને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના અલકાપુરી રોડ પર ગઈ મધરાતે પૂરઝડપે વાંકીચૂકી કાર ચલાવતા એક કારચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.

ગોત્રી પોલીસ ગઇરાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચકલી સર્કલ થી અલકાપુરી રોડ તરફ જવાના માર્ગે એક કાર ફૂલ સ્પીડે અને વાંકીચૂકી આવી રહી હોય પોલીસે કારને અટકાવી હતી.

પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ ભૌમિક પરેશભાઈ પટેલ (શાલીગ્રામ બંગ્લોઝ,બ્રાઇટ ડે સ્કૂલ પાસે, વાસણા-ભાયલી રોડ મૂળ રહે.લુણા ગામ, તા.પાદરા) હોવાનું જણાઈ આવ્યું હતું. કારચાલક નશામાં ચૂર જણાવતા પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(5:28 pm IST)