Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં કંપનીના કામ મુદ્દે મેનેજર-કર્મચારી વચ્ચે થયેલ તકરારમાં મેનેજરને ઢોરમાર મારવામાં આવતા 17 વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી ડેરી પ્રોડક્ટ કંપનીમાં કામ મુદ્દે મેનેજર અને કર્મચારી વચ્ચે થયેલી તકરારમાં કર્મચારીઓએ એક સંપ થઇ મેનેજરને ઢોર માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ફરિયાદના આધારે 17 કર્મચારી સહિતના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

મંજુસર જીઆઈડીસીમાં આવેલી ડેઝી પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રવિશ પટેલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ નોકરી પર હાજર હતા. તે સમય કંપનીના સુપરવાઇઝરને તેમણે જણાવ્યું હતું કે, બાર કર્મચારીને પેકિંગમાંથી રિફાઇનરી સેક્શનમાં લઈ જાઓ. કર્મચારીઓએ અંગે પ્રતિકાર કરતા કામ ના કરવું હોય તો ના આવશો તેમ જણાવતા કર્મચારીઓ ધમકી આપી કંપનીની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ રવીશ પટેલ સિક્યુરિટી કેબિન પાસે ઊભા હતા. તે સમયે કર્મચારીઓએ કંપની નો દરવાજો ખોલી અંદર ઘૂસી રવીશકુમારને ગડદાપાટુનો માર માર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈને સારવાર અર્થે શ્રીજી હોસ્પિટલ ખસેડાયા હતા. માથાના ભાગે દશ ટાંકા તથા હાથની આંગળીઓમાં ફેક્ચર થતા હાલ તેઓ સારવાર હેઠળ છે. ફરિયાદના આધારે પોલીસે ભવાન ઝાલા, અતુલ કુમાર ઝાલા, અક્ષય પ્રજાપતિ, અજીતસિંહ સોલંકી, ગૌરાંગ પરમાર, જયદીપ ઝાલા, દિનેશ ઝાલા ,જયપાલ ઝાલા, સમત ઝાલા, પ્રતાપ ઝાલા, સુનિલ મનહરભાઈ, અનિલ ઝાલા, મનહર ઝાલા, મેહુલ સોલંકી, અશ્વિન ઝાલા, સૌરવ ઝાલા અને અશોક સિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:28 pm IST)