Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આધેડ મહિલાને સસ્તામાં સોનુ ખરીદવાની લાલચ આપી બે મહિલા ઠગ 4.20 લાખ લઇ છૂમંતર.....

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી આધેડ મહિલાને ત્યાં ઘી વેચવા આવતી બે અજાણી મહિલા ઝૂંપડાની બાજુમાં ખાડો ખોદતાં માટીના ઘડામાંથી સોનાના ટુકડા મળ્યા છે કહી સોનુ સસ્તામાં વેચવાના બહાને 250 ગ્રામ નકલી સોનાના ટુકડા આપી રૂ.4.20 લાખ લઈ ફરાર થઈ ગઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગરના ઉમરાળાના લંગાળામાં રહેતા અને ખેતીકામ કરતા ધીરુભાઈ માંગુકીયાના પત્ની હંસાબેન ( ઉ.વ.45 ) સુરતમાં કાપોદ્રા જવાહરનગર રોડ નીલકંઠ સોસાયટી ઘર નં.34 માં પુત્રી માનસી ( ઉ.વ.21 ) અને પુત્ર રાજ ( ઉ.વ.19 ) સાથે રહે છે. જયારે મોટી પુત્રી માધવીના લગ્ન કરાવ્યા છે. તેમની સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ઘી વેચવા આવતી 30 થી 35 વર્ષની બે અજાણી મહિલા ગત રવિવારે આવી હતી. બંનેએ સોનાના બિસ્કીટ જેવા ત્રણ-ચાર ટુકડા બતાવી હંસાબેનને પૂછ્યું હતું કે સાચા છે ? હંસાબેને સોનીને બતાવીએ તો ખબર પડે તેમ કહી ટુકડા ક્યાંથી મળ્યા? તેમ પૂછતાં બંનેએ વગડામાં અમારા ઝૂંપડાની બાજુમાં ઘી બનાવવા માટે ખાડો ખોદયો ત્યારે માટીના ઘડામાંથી ટુકડા મળ્યાનું જણાવ્યું હતું.

(5:27 pm IST)