Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરતના સુમુલ ડેરી રોડ નજીક દૂધના વેપારીને ત્યાં પરિવારની હાજરીમાં 1 લાખની ચોરી કરનાર ઠગ વિરુદ્ધ પોલીસ તપાસ હાથ ધરી

સુરત: શહેરના સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટીમાં રહેતા દૂધના વેપારીને ત્યાં 12 દિવસ અગાઉ તેમની પત્નીને આંટીએ સાફ સફાઈ માટે મોકલી છે કહી બે મહિલા કામ માટે આવી હતી અને પરિવારની હાજરીમાં વેપારીના બેડરૂમના કબાટમાં મુકેલા પાકીટમાંથી રોકડા રૂ.1 લાખ અને રૂ.18 હજારની સોનાની લક્કી ચોરી ફરાર થઈ ગઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી ઘર નં.56 માં રહેતા 58 વર્ષીય મુકેશભાઇ વીઠ્ઠલભાઇ પટેલ ઘરેથી દૂધનો વેપાર કરે છે. ગત 25 જુલાઈની સવારે 10.30 વાગ્યે મુકેશભાઈ પોતાના બેડરૂમના બાથરૂમમાં ન્હાવા ગયા ત્યારે તેમના પત્ની હર્ષિદાબેન રસોડામાં કામ કરતા હતા જયારે તેમનો પુત્ર જુગલ ગેલેરીમાં હિંચકા પર બેસેલો હતો અને બીજો પુત્ર સોહીલ તેના બેડરૂમમાં હતો. મુકેશભાઈ ન્હાઈને નીકળ્યા ત્યારે તેમના બેડરૂમમાં એક મહિલા જયારે આગળના રૂમમાં બીજી મહિલા સાફસફાઈ કરતી હતી. મુકેશભાઈને લાગ્યું હતું કે પત્ની હર્ષિદાબેને બંને મહિલાને સાફ સફાઈ માટે બોલાવી હશે. આથી તે તૈયાર થઈને પહેલા માળે પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા હતા.

(5:25 pm IST)