Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સમાજ અને સંસ્કૃતિને જોડતી રાજ્યની પરિવહન સેવા

રક્ષાબંધન કે દિવાળી જેવા તહેવારોમાં ગીફ્ટ, પાર્સલ સુવિધાથી લાગણીને પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય પણ એસટી નિગમની બસના માધ્યમથી એસટી ગુજરાત રાજ્યની ધોરીનસ બની ગઇ

રાજકોટઃ જ્યાં ગામ-શહેર કે માનવ વસ્તી હોય ત્યાં માર્ગ અને એસટી એવી પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે પરિવહનનું વ્યાપક માળખું ઊભું કર્યું છે અને તેને સફળતાપૂર્વક ચલાવવામાં પણ આવી રહ્યું છે.

બે- અઢી દાયકા પૂર્વે જે ગ્રામવાસીઓએ ક્યારેય રોડ કે બસ નહોતી જોઈ ત્યાં પાકી સડક અને તેની ઉપર ધમધમાટ દોડતી બસોએ એકચક્રી શાસન જમાવ્યું છે. આજે દૂર-સુદૂરનાં દુર્ગમ સ્થાનો ઉપર પણ એસટી બસની સેવા પ્રાપ્ત થઇ છે. સેવાનો સીધો પ્રભાવ લોકો પર પડ્યો છે. જિલ્લા તાલુકા મથકો ઉપરાંત મેટ્રો સિટી સુધીનો સંપર્ક સેતુ સધાતા સુવિધાની સાથે સાથે લોકજાગૃતિ લાવવામાં એસટી નિમિત્ત બની છે. લાલ અને પીળી બસોએ માત્ર લોકોને એકથી બીજા સ્થળે લઇ જવાનું નહીં પરંતુ બે સંસ્કૃતિ, સંસ્કાર, વિચારોને એક કરવાનું, ભેળવવાનું કામ કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે "વધુ બસો, સારી બસો" આપવાના લક્ષ્ય સાથે સેંકડો નવી બસને સામેલ કરી છે. GSRTC સ્લીપર કોચ, એસી કોચ અને લાંબા અંતરની મુસાફરી માટે ઉચ્ચતમ લક્ઝરી કોચ સહિતની નવી પ્રકારની સેવાઓ શરૂ કરવા સાથે વિવિધ યાત્રાધામોને જોડીને યાત્રાળુઓ માટે પણ વિશેષ સેવા ઉપલબ્ધ બનાવી મુસાફરીને વધુ સરળ બનાવી છે. તેથી ગુજરાતનો નાગરિક મુસાફરી માટે એસટીને પ્રથમ પ્રાધાન્ય આપે છે. એસટી નિગમ દ્વારા અપાતા લાભો તેમજ તેને મળેલા પુરસ્કાર સહિતની સવિશેષ માહિતી જોઈએ તો...

માર્ગ પરિવહન નિગમ એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ નિગમ(એસટી)

>          એસ.ટી બસ દ્વારા મુસાફરોને મળતા સતત લાભો મળી રહ્યાં છે. ૨૬,૩૮,૮૨૩ વિદ્યાર્થીઓને પાસમાં ૮૨.૫૦% ની રાહત.

>          ૨૦,૭૦,૮૮૬ ગ્રામીણ વિદ્યાર્થિનીઓને ૧૦૦% મફત ૦મુસાફરી.માસિક/ ત્રિમાસિક મુસાફર પાસમાં ૫૦%ની રાહત.

>          ,૧૦,૮૮,૧૩૯ દિવ્યાંગ વ્યક્તિઓ, ,૬૬,૮૧૩ રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો તેમજ ૬૫૪ સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા તેમની વિધવાઓને મળ્યો વિના મૂલ્યે મુસાફરીનો લાભ.

>          ,૮૦,૧૯૯ કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓને ભાડામાં ૫૦ ટકા રાહત.,૫૦૦ મીડિયા સાથે જોડાયેલા વ્યક્તિઓને ૧૦૦ % ભાડામાં રાહત રાજ્ય સરકાર દ્વારા યોજાતા રમતોત્સવમાં ભાગ લેનાર ૩૮,૨૨૩ વિદ્યાર્થીઓને ભાડામાં ૫૦% રાહત

એસ.ટી બસ સર્વિસની કાયાપલટ

>          પ્રજાની સેવામાં છેલ્લાં વર્ષમાં ,૭૮૫ નવી બસોનો એસ.ટી. બેડામાં સમાવેશ.

>          સમગ્ર લૉકડાઉન દરમિયાન ,૯૯,૩૫૭ શ્રમિકો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, કોરોના વોરિયર્સ જેવા કે મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ વગેરેને પરિવહન સેવા પૂરી પાડી લોકોને પોતાનાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા.

>          ગુજરાત સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત ૧૦,૮૫૦ વડીલોને મળ્યો લાભ.

>          ૯૬ બસ સ્ટેશનોને તેમજ સેન્ટ્રલ ઓફિસ સી.સી.ટી.વી. બેઇઝડ સર્વેલન્સ સિસ્ટિમથી સજ્જ કરવામાં આવ્યા.

>          નિગમના ૪૨ બસ સ્ટેશનો ખાતે મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે હેતુથી ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી.

>          ,૬૬૫ મધ્યમ અને ગરીબ વર્ગના કુટુંબોને કેજયુઅલ કોન્ટ્રાકટ દ્વારા લગ્ન પ્રસંગોએ લાભ મળ્યો, જે અંતર્ગત કુલ ૧૧,૯૮૦ વાહનો લોકોને ફાળવવામાં આવ્યા.

>          ડિજિટલ સેવાસેતુ અંતર્ગત મુસાફર ઘેરબેઠાં ઓનલાઇન બસ ટિફિટ બુક કરી શકે તે માટે નવીન ફિચર્સ સાથે Android અને iOS મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી અમલમાં મૂકવામાં આવી, જેનો લાભ ગ્રામીણકક્ષાએ પણ મળી રહ્યો છે.

>          પ્રજાની સેવામાં છેલ્લાં વર્ષમાં કુલ ૧૧૧ બસ સ્ટેશન / પાંચ ડેપો વર્કશોપ લોકાર્પણ કરવામાં આવ્યાં અને કુલ ૩૮ બસ સ્ટેશન / બે ડેપો વર્કશોપ નિર્માણાધીન છે.

વિકાસના પાટે ગુજરાત મેટ્રો

>          નાગરિકો જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે તે માટે પરિવહનમાં ઝડપ, સરળતા અને સલામતીના હેતુથી ગુજરાત મેટ્રો રેલ શરુ કરવામાં આવી છે.

>          અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે જેમાંથી 6.5 કી.મીની સેવા શરુ કરી દેવામાં આવી છે બાકીના 33.5 કી.મીની કામગીરી ઓગસ્ટ 2022માં પૂર્ણ થાય તેવું આયોજન છે

>          વર્ષ 2014 પહેલા માત્ર 250 કિલોમીટરનું મેટ્રોનું નેટવર્ક હતું આજે 708 કિલોમીટર મેટ્રો રેલનું માળખું કાર્યરત છે 27 શહેરોમાં 1000 કિ.મીના કામો પ્રગતિમાં છે

>          મેટ્રો ડિઝાઈનની મહત્તમ સ્પીડ 90 કી.મી /કલાક છે પણ તે 80 કી.મી /કલાકની ઝડપે દોડશે. તેની એવરેજ સ્પિડ 33 કી.મી /કલાકની છે.

>          મુખ્યત્વે એલિવેટેડ સ્ટ્રક્ચર, બાલ્સ્ટ-લેસ ટ્રેક્સ, એર કન્ડિશન્ડ કોચ, GPS આધારીત રેલ ટ્રેકિંગ સિસ્ટમ, ટ્રેન ડેસ્ટિનેશન સૂચકાંકો, ઓટોમેટેડ ભાડું, પાર્કિંગ સુવિધા સહીત સેવા પૂરી પાડવામાં આવે છે.

>          કોવિડ ગાઇડલાઇન પ્રમાણે તમામ સ્ટેશન, કોચનું સેનેટાઇઝેશન તેમજ મુસાફરો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ રાખીને હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેટ્રોની સેવા શરુ કરાઈ છે.

BRTS

>          અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અંતર્ગત 2009માં બી.આર.ટી.એસની સેવા શરુ કરવામાં આવી.

>          IV 210 એચપી એન્જિન્સ, બે પહોળા કેન્દ્રીય દરવાજા, મુસાફરો માટે સરળ બોર્ડિંગ, બંને બાજુ, 9 અને 12 મીટર લાંબી બસ, સ્વચાલિત ટ્રાન્સમિશન વગેરે જેવી અનુકૂળ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

>          તમામ બસોમાં જીપીએસ, જી.પી.આર.એસ.ઉપલ્ભધ તથા બધા સ્ટેશનો વાયરલેસ કનેક્ટિવિટી, રીઅલ ટાઇમ વ્હીકલ ટ્રેકિંગથી સજ્જ.

>          મુસાફરો માટે સ્માર્ટકાર્ડ, રીયલ ટાઈમ ટ્રેકિંગની સેવાઓ ઉપલબ્ધ છે જે અંતર્ગત સ્માર્ટકાર્ડ દ્વારા કોઈપણ સ્ટેશનથી 50 રૂપિયાના મલ્ટીપલ રિચાર્જ કરાવી શકે છે

>          જનમાર્ગ સેવા સમાજનાં તમામ વર્ગ માટે સુલભ છે. બસની અંદર વ્હીલચેર્સ માટેની વિશેષ જોગવાઈ ઉપલબ્ધ તેમજ દિવ્યાંગ નાગરિકોની સરળતા માટે સ્ટેશન પર રેમ્પ તથા ટાઇલ્સ અને રેખીય ટ્રેક આપવામાં આવ્યા છે. •

ઝીલ ઠક્કર

(5:10 pm IST)