Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

માસ્ક નહીં પહેરવા બદલ બેફામપણે દંડની વસુલાત ચાલુ : છેલ્લા બે મહિનામાં 45 કરોડનો દંડ ઉઘરાવ્યો

બે મહિનાનો સૌથી વધુ 10.72 કરોડનો દંડ માત્ર અમદાવાદ શહેરમાં થયો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં લોકો પાસે નોકરી નથી. પગાર ઘટ્યાં છે. બેકારી અને મોંઘવારીએ મ્હોં ફાડ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ માસ્ક નહીં પહેરવા બદલ બેફામપણે દંડ વસૂલ કરી રહી છે. આશ્ચર્ય એ બાબતનું છે કે રાજકીય નેતાના મેળાવડામાં ઉપસ્થિત રહેનારા હજારો કાર્યકરો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતો નથી ત્યારે સામાન્ય જનતાને માર્ગ પર રોકીને કડકરીતે દંડ વસૂલ કરવામાં આવે છે.

ગુજરાતના મુખ્ય મથકો પર પોલીસે છેલ્લા બે મહિનામાં 45 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ દંડની રકમમાંથી કેટલા પરિવારોના પેટનો ખાડો પૂરો કરી શકાય તેનો હિસાબ કરવા જેવો છે. લોકો પણ માસ્ક પહેરતા નહીં હોવાથી પોલીસ આકરી બની છે.

(12:50 am IST)