Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અપૂરતા શિક્ષકો, શિક્ષણ વિભાગમાં અંધકાર અને સરકાર કરે છે જ્ઞાન શક્તિની ઉજવણી : કોંગ્રેસ

હજારો શિક્ષકોએ ટાટની પરીક્ષા પાસ કરી હોવા છંતા નોકરી આપવામાં આવી નથી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પ્રજાને પૈસા પર કરી રહી છે અને શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઇ હોવા છંતા આ ઉજવણી કરીને વિજયભાઈ  રૂપાણી સરકાર શિક્ષણને મજાક બનાવી રહી હોવાનો આરોપ કોંગ્રસ દ્વારા લગાવવામાં આવ્યો છે. હાલ શાળાઓની ઘટ્ટ છે અને એક તરફ શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવાયો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે સરકારની શિક્ષણ નીતિની ટીકા ખુદ ગુજરાત હાઇકોર્ટે કરી છે. તે બાબત દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે. તેમ છંતા આ વિજયભાઈ  રૂપાણી સરકાર કયા આધારે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરે છે તે મોટો સવાલ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ધોરણ 1 થી 5ના શિક્ષકોને ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓને ભણાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ માટે જોખમી બાબત છે.

એક તરફ શાળામાં ઓરડાઓની સંખ્યા ઘટી રહી છે, હજારો શિક્ષકોને નોકરી આપવામાં આવતી નથી.આમ શિક્ષણ વ્યવસ્થાને ખોંરભે મુકી દેવામાં આવી છે. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં સરકારને રસ છે, તેમના મળતિયાઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. જે ગંભીર બાબત છે. રાજ્યમાં શિક્ષણ વિભાગના આંકડાઓ જ દર્શાવે છે કે સ્થિતિ સતત કથળી ગયેલી છે.

(11:52 pm IST)