Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કાલથી RTE એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ

7થી 18 ઓગસ્ટ સુધી ફોર્મ માટે અને ઓનલાઇન ભરવા માટે 19થી 29 ઓગસ્ટ સુધીનો સમય અપાયો

અમદાવાદ : કાલથી RTE એકટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી www.rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 19 ઓગષ્ટ 2020થી 29 ઓગષ્ટ 2020સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે. 7થી 18 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે 19થી 29 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને બાદમાં પ્રથમ રાઉન્ડની જાહેરાત 11 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

   આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે તમામની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવી છે. અરજદાર જરૂરી પુરાવા એકત્ર કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોરોના મહામારીને કારણે રદ કરેલ છે.

  ખાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય પણ જમા કરાવવાનું રહેશે નહીં. તો તમે પણ આ ટાઇમટેબલ પ્રમાણે અનુસરીને તમારા બાળકોને વિનામૂલ્યે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકો છો.

(10:15 pm IST)