Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓની પોલીસે ઝડપી 8.85 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારની પ્રવૃતિ ખુબ ફુલીફાલી છે ત્યારે પોલીસ પણ આ જુગારીઓને પકડવા માટે દોડધામ કરી રહી છે. ગાંધીનગરના સે-૧૧માંથી કારમાં જુગાર રમતાં બે જયારે કોલવડામાંથી ચાર, ડભોડામાંથી ત્રણ જુગારીઓને પોલીસે ઝડપ્યા હતા. જયારે પેથાપુર પોલીસે વરલીનો જુગાર રમતાં એક, ચિલોડા પોલીસે એક શખ્સ અને દહેગામ પોલીસે એક શખ્સને પકડયો હતો. આ જુગારીઓ પાસેથી પોલીસે કાર સહિત ૮.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.   

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારની પ્રવૃતિ ફુલી ફાલતી હોય છે ત્યારે અડધો મહિનો વીતી જવાના કારણે જુગાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠેકઠેકાણે જુગારીઓ બોર્ડ બેસાડી રહી રહયા છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સે-૧૧ના રામકથા મેદાનમાં કારમાં જુગાર રમાઈ રહયો હોવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં ડીનજોન્સ વાસુદેવ વ્યાસ રહે.સાર્થક સફલ સોસાયટી વાવોલ અને જયેશ નરસીભાઈ પ્રજાપતિ રહે.દમયંતિ સોસાયટી વિસનગરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા જેમની પાસેથી આઠ લાખની કાર ૬૦૪૦૦ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી કુલ ૮.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી બાજુ પેથાપુર પોલીસે કોલવડાના ચામુંડાપુરામાં બાતમીના પગલે દરોડો પાડી કોલવડા ગામમાં રહેતા ભુપતજી મણાજી ઠાકોર, નવઘણસિંહ હેમતુજી વાઘેલા, વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા અને નરપતસિંહ ઝીલુસિંહ વાઘેલાને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની સામે એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. બીજી બાજુ ડભોડા પોલીસે પણ નવા ઘરોમાં દરોડો પાડીને જીતેન્દ્ર ગાંડાજી ઠાકોર, બાબુજી ગાંડાજી ઠાકોર તથા નરેશ મનુજી ચૌહાણને જુગાર રમતાં ઝડપી ૧૮૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ચિલોડા પોલીસે બાતમીના પગલે સાદરા ગામે ટાવર નજીક દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા સમીર ઉસ્માનગની મેમણ અને જુગાર રમવા આવેલા સંજય ભીખાભાઈ ચૌધરી રહે.બાઉચાને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૬૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પેથાપુર પોલીસે કસ્બા વિસ્તારમાં દરોડો પાડીને વરલી મટકાનો જુગાર લખતાં નઝીર હુસેન ઈમામભાઈ રાઠોડને ઝડપી લીધો હતો જેની પાસેથી રોકડ અને ફોન મળી અઢી હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો દહેગામ પોલીસે પણ એમજી અમીન કોમ્પ્લેક્ષ પાસે વરલી મટકાનો જુગાર લખતાં દહેગામ વટવાના ગોપાલ વાડીભાઈ દેવીપુજકને ઝડપી લીધો હતો. જિલ્લામાં પોલીસે હવે જુગાર સામેની ડ્રાઈવને વધુ કડક બનાવી છે તેમ છતાં જુગારીઓ જપવાનું નામ લેતાં નથી અને પ્રવૃતિ ચાલુ જ રાખી છે. 

(8:58 pm IST)