Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વડોદરા:બકરા સહીત ઝીંગાનું ફાર્મ બનાવવાની લાલચ આપી ભાર ભેજાબાજોએ યુવાન પાસેથી 8.50લાખ ખંખેરી લેતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાં બકરા તેમજ ઝીંગાનું ફાર્મ બનાવવાની લાલચ આપી ચાર ભેજાબાજોએ એક યુવાન પાસેથી રૃા.૮.૫૦ લાખ ખંખેરી લઇ ધાકધમકી આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ પરની અમન સોસાયટીમાં રહેતો માજીદહુસેન યાકુબભાઇ સીધી અમદાવાદની ખાનગી કંપનીમાં માર્કેટિંગ એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી-૨૦૧૯માં માજીદ એક લગ્નમાં ગયો હતો ત્યારે દૂરના મામી મહેરુનનીશાબાનુ તેમજ તેમની પુત્રી નસરીન મળ્યા હતાં. આ વખતે નસરીને આપણે સાવલીમાં અનમોલ ડેરી ફાર્મ તેમજ ભેંસોનો તબેલો ચલાવીએ છીએ તેમજ કેટલાંક પ્રોજેક્ટ પણ હું ચલાવું છું તેમ જણાવી પોતાની ઓફિસ આવવા કહ્યું હતું.

થોડા દિવસો બાદ માજીદ સમા-સાવલી રોડ પર લોટસ ઓરા કોમ્પલેક્સમાં  નસરીનની ઓફિસે ગયો હતો ત્યારે નસરીન તેમજ તેનો પાર્ટનર નિરજ ચૌહાણ મળ્યા હતાં. નસરીન અને નિરજે વિવિધ પ્રોજેક્ટો અંગે માજીદને સમજાવી રૃા.૧ કરોડનું રોકાણ કરવા જણાવ્યું હતું પરંતુ પોતાની પાસે આટલી મોટી રકમ નહી હોવાથી માજીદે ના પાડી હતી. બાદમાં માજીનની ડભોઇ તાલુકાના સેગુવાડા ગામની જમીનમાં બકરા અને ઝીંગા ઉછેર માટેના ફાર્મના પ્રોજેક્ટ માટે બેંકમાંથી લોન લઇને તેમજ રોકડ મળી કુલ રૃા.૮.૫૦ લાખની ચૂકવણી માજીદે નસરીનને કરી હતી.

(8:54 pm IST)