Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વડોદરામાં ઓએલએક્સ પર વેચવા મુકેલ કાર લઇ ગઠિયો રફુચક્કર

વડોદરા:ઓનલાઇન કાર વેચવા મૂકનાર યુવકને ગઠિયાએ વાતો માં ફસાવી કાર પડાવી લીધી હોવાનો કિસ્સો બન્યો છે.

ન્યુ વીઆઈપી રોડ વિસ્તારની સાઈ શ્રદ્ધા ટાઉનશિપમાં રહેતા સજીત નાયરે તા.15મી માર્ચે ઓએલએક્સ ઉપર કાર વેચવા મૂકી હતી.જેના આધારે વિશાલ પટેલ નામના યુવકે મારો સંપર્ક કર્યો હતો.

ત્રણ દિવસ બાદ ન્યુ વીઆઈપી રોડ ખાતે કાર જોવા આવેલા વિશાલે તેનું ઓરીજનલ ચૂંટણી કાર્ડ આપ્યું હતું. જેમાં તેનું નામ વિશાલ કાંતિલાલ પટેલ રહે શિવ નગર વિનોબા ભાવે ભવન રાવપુરા હોવાનું લખેલું હતું. તેણે રૂ.12 લાખનો ચેક પણ આપ્યો હતો અને કાર ટેસ્ટ ડ્રાઇવ કરવાના બહાને લઈ ફરાર થઈ ગયો હતો.

ઘણી રાહ જોયા પછી વિશાલને ફોન કરતાં તેણે કાર પોતાની પાસે હોવાની વાત કરી ભાવનગર ખાતે સબંધી ગુજરી ગયા હોય કાલે ત્યાં જવું પડ્યું છે.તેમ જણાવ્યું હતું. 

(8:51 pm IST)