Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદ:સોલામાં પુરપાટ ઝડપે જતી કારે રાહદારીને હડફેટે લેતા શ્રમિકનું મૃત્યુ:એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ:નરોડા બાદ સોલામાં સગીરે પૂર ઝડપે વાહન હંકારીને અકસ્માત સર્જાયો  છે. જેમાં કારની ટક્કરથી રાહદારી શ્રમિક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક્ટિવા ચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટ્રાફિક પોલીસે સગીરની અટકાયત કરીને  તેના પિતા સામે ગુનો નોધવાની તજવીજ ધરી છે.

આ કેસની વિગત  એવી છે કે  સોલામાં ભાડજ સર્કલ પાસે લેબર કાલોની ખાતે રહેતાઅને છુટક મજૂરી કરતા વર્ષો બહેન કાળુંભાઇ રોતે  એ- ટ્રાફિક  ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે આજે સવારે તેમનો ભાઇ રાહુલ ચાલતો ચાલતો ભાડજ સર્કલથી સાયન્સ સિટી રોડ ઉપર  ગ્રીન સીટીની સામેથી પસાર થઇ રહ્યો હતો આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે પ્રથમ એક્ટિવાને પાછળથી ટક્કર મારતા રામજીભાઇ મગનભાઇ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા.

(8:52 pm IST)