Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રપ દેશો અને ૧૭ રાજયના છાત્રોએ જીટીયુની ઓનલાઇન પરીક્ષા આપી

પ્રથમ સત્રમાં ૧૧૦૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧૧૦રપ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

અમદાવાદ, તા., ૬: કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ રોકવા હજુ સુધી કલાસરૂમમાં પરીક્ષા નથી યોજાતી તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)એ ઇજનેરી, ફાર્મસી મેનેજમેન્ટ, આર્કિટેકચર સહીતની સ્નાતક અને અનુસ્નાતક અને ડીપ્લોમાંની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે.

જીટીયુએ જણાવ્યું છે કે રપ દેશોમાં વિદ્યાર્થીઓ સફળતાપુર્વક પરીક્ષા આપી રહયા છે. ગઇકાલે પરીક્ષામાં પ્રથમ સત્રમાં ૧૧૦૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧૧૦રપ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં ર૪ દેશોમાં ૧૩પ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ભારતના ૧૭ વિવિધ રાજયોમાં વિદ્યાર્થીઓએ પણ ઓનલાઇન પરીક્ષા આપી છે.

કુલપતિ પ્રો.નવીનભાઇ શેઠે જણાવ્યું છે કે ભુટાન, અફઘાનીસ્તાન, નાઇજીરીયા, ફીઝી, કેન્યા સહીતના ર૪ દેશોમાં ૧પ૩ વિદેશી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી હતી.

(3:03 pm IST)