Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કાલે ગાંધીનગરમાં વિજયભાઇના હસ્તે યોગ ટ્રેનીંગ પૂર્ણ કરનારા કોચ અને ટ્રેનરને પ્રમાણપત્રનું વિતરણ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં ૧૨૬ યોગ કોચને તાલીમ અપાઇઃ તેમના દ્વારા ૫૦૦૦થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરાયા

રાજકોટ,તા. ૬: ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય એ માટે યોગ અંગેની તાલીમ યોગ ટ્રેનરોને અને યોગ કોચને આપવામાં આવે છે.

જે અંતર્ગત સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને આવતીકાલ તા.૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે એમ ગુજરાત રાજય યોગ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.

આવતીકાલે મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે યોજાનાર આ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં રાજયના સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, અને ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલ તથા ગુજરાત રાજય યોગ બોર્ડના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અગ્ર સચિવ શ્રી સી.વી.સોમ(આઇ.એ.એસ.), રમતગમત યુવા અને સાંસ્કૃત્ત્િ।ક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી મિતેશ પંડ્યા, ગુજરાત રાજય યોગ બોર્ડ અને અન્ય અધિકારીગણ પણ હાજર રહેશે.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં આવેલ છે અને તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજયમાં ૫૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવેલ છે. આ તૈયાર થયેલ યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્ત્િ।ઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ કલાસ શરૂ કરી સતત પ્રયત્નો થઇ રહયા છે.

આ કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રીના ઓફિશિયલ ફેસબુક પેઇજ ઉપરથી સવારે ૧૧ૅં૩૦ કલાકે લાઇવ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ ખાતે યોજાશે.

સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શકય બન્યું છે, જેનાથી બીમાર વ્યકિતને સારૂ સ્વાસ્થ્ય મળે છે અને સ્વસ્થ વ્યકિતને સફળતા મળે છે. યોગ કરી ઇમ્યુનીટી વધારી કોરોનાને હરાવીએ. કોરાનાને હરાવવા માટે ઇમ્યુનીટી વધારવા માટે સારો ઉપાય એક માત્ર યોગ છે જે ભારતીય સંસ્કૃતિની દેન છે. જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને આખા વિશ્વમાં પહોચાડવા માટે ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના પ્રયત્નોથી સંયુકત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫થી ૨૧મી જુને વિશ્વ યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. જે સંકલ્પને પરીપુર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી માન.વિજયભાઇ રૂપાણી તથા માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧ જુન ૨૦૧૯ ના રોજ 'ગુજરાત રાજય યોગ બોર્ડ'ની રચના કરવામાં આવી છે એમ વધુમાં જણાવાયુ છે.

(3:04 pm IST)