Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પહેલાં ૩૭૦ની કલમ, હવે અયોધ્યામાં મંદિર, મોદીને આપેલા મત વસૂલઃ સોશિયલ મીડિયા

ગુજરાતમાં માંડ માંડ સત્તા ઉપર આવેલા ભાજપને આગામી ચૂંટણીઓમાં રામ મંદિરના નામનો મુદ્દો ફરી એકવાર તારશે તેવી ચર્ચાઃ ટીવી ચેનલ ઉપર ભુમિપૂજનનો કાર્યક્રમ વર્ષો જુનુ સ્વપ્ન પૂર્ણ થતા ધાર્મિકજનો ભાવુક

અમદાવાદ તા. ૬ : અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિપુજન કરાતા દિવસભર સોશિયલ મીડીયામાં તેને લઇને ચર્ચા છવાયેલી રહી હતી. ટીવી ચેનલો ઉપર સમગ્ર કાર્યક્રમ જોઇને અનેક લોકો વર્ષોથી જોયેલુ સ્વપ્ન પૂર્ણ થયું હોવાનો મત વ્યકત કરી ભાવુક થયા હતા. આ સ્વપ્ન પૂર્ણ કરવા બદલ પીએમ મોદી ઉપર અભિનંદનની વર્ષ કરવા સાથે  ર૦૧૯ ની ચુંટણીમાં મોદીને આપેલા મત વસુલ થઇ ગયાના સંદેશા પણ વહેતા વહેતા કર્યા હતા તો રાજકીય રીતે પણ આ ઘટનાનું મુલ્યાંકન ભાજપને આગામી વિધાનસભા અને ખાસ કરીને મહાનગરપાલીકા પંચાયતોની ચૂંટણીમાં ફાયદો થઇ શકે તે રીતે કરાયું હતું.

અયોધ્યામાં મંદિર એ ભાજપનો વર્ષો જુનો એજન્ડા હતો જે ઐતિહાસીક ભુમી પુજન સાથે પૂર્ણ થયો છે. એક વર્ષ પૂર્વે કાશ્મીરમાંથી ૩૭૦મીની કલમ પણ મોદી સરકારે બીજી ટર્મમાંથી નાબુદ કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના મુદે સૌથી મહત્વનો હતો જે સાકાર થવાની બુધવારે શરૂઆત થતા બહુધા લોકકોએ ખુશી વ્યકત કરી હતી આંગળી ઉપર મતદાન કર્યોની નિશાનીની તસ્વીર ઉપર 'મોદીને આપેલો મારો મત વસુલ' લખીને અનેક ગ્રુપમાં સંદેશા વહેતા કરાયા હતા. તે સાથે મોદીને સાંકળીને તેમની તસવીરો સાથે પણ અનેક મેસેજનો મારો ચલાવીને લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. ભાજપ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નબળુ પડી રહ્યું છે પરંતુ મંદિરના ભૂમિ પુજનની આ ઘટના ફાયદો કરાવશે તેવો મત પણ સોશિયલ મડીયામાં જોવા મળ્યો હતો. વિધાનસભાની ગત ચુંટણીમાં ભાજપની ગાડી ફકત ૯૯ બેઠક ઉપર આવીને અટકી ગઇ હતી. તો મહાનગર પાલીકાઓમાં ભાજપના મોટાભાગના પ્રતિનિધિઓ પણ આખી ટર્મ દરમિયાન નિષ્ક્રિય રહ્યા છે.

(11:28 am IST)