Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદ મનપાની કડક કાર્યવાહી : મોલ,ફેક્ટરી,રેસ્ટોરન્ટ સહિતના આઠ સ્થળો સીલ કરાયા : 1303 કેસ કરીને 6,51 લાખનો દંડ વસુલ્યો

તંત્રએ માસ્ક નહીં પહેરવા તથા જાહેરમાં થૂંકવા બદલના કેસોની સંખ્યા પણ વધારી દીધી

 

અમદાવાદ: કોવિડ 19 અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં મોલ, ફેકટરી તેમ જ રેસ્ટોરન્ટથી લઇને બિલ કલેકશન સેન્ટરો મળીને કુલ 8 ધંધાના સ્થળોએ સીલ મારી દીધા છે જાહેરમાં થુંકવા તેમ જ માસ્ક નહીં પહેરવા કે પછી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા બદલ 1303 કેસો કરીને 6.51 લાખથી વધુ રકમનો દંડ વસૂલ કરાયો હતો.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા પાનના ગલ્લાં પછી હવે હોટલ, રેસ્ટોરન્ટ, ફેકટરી, ઓફીસો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.શહેરમાં વધતાં જતા સંક્રમણના કારણે કોરોનાના કેસોમાં વધારો નોંધાતો જાય છે.આ હકીકતને નજર સમક્ષ રાખીને કોર્પોરેશનની ટીમે કોવીડ 19નો ભંગ કરનારા સામે કાર્યવાહી થોડી કડક કરી છે.આ ઉપરાંત માસ્ક નહીં પહેરવા તથા જાહેરમાં થૂંકવા બદલના કેસોની સંખ્યા પણ વધારી દીધી છે.

આજે બુધવારે જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા થુંકવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા બદલના કુલ 1303 કેસો કરીને કુલ 6,51,500ની રકમ દંડ પેટે વસૂલી હતી.આજે બુધવારે વસૂલ કરેલા 6,51, 500માંથી સૈથી વધુ ઉત્તર ઝોનમાં 1,67 લાખની રકમ દંડ પેટે વસૂલ કરી હતી.જયારે પૂર્વ વિસ્તારમાં 87,000 પશ્ચિમ વિસ્તારમાં 1,03,500 દક્ષિણ ઝોનમાં 95,000, મધ્ય ઝોનમાં 58,000, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 66,000 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 75,000નો દંડ વસૂલ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોની સરખામણીએ આજે બુધવારે માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસતારમાંથી દૂર થયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલાં વિસ્તારોની સંખ્યા વધી ગઇ છે.આજે બુધવારે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયાં છે.તેની સામે 24 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ઉમેરવામાં આવ્યા છે. જેમાં શહેરના સાત ઝોનના વિસ્તારોનો સમાવેશ થાય છે.

 

(8:44 am IST)