Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પેટલાદના લક્કડપુરા નજીકથી કારમાં લઇ જવાતો 27 હજારનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

પેટલાદ: ટાઉન પોલીસ ગત રાત્રિના ૧૨ કલાકે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે સાંઈનાથ ચોકડી પાસે લાલ અક્ષરથી પ્રેસ લખેલ ઈકો કાર નંબર જી.જે.૬ એફ.સી. ૬૯૨૮ની બાંધણી ચોકડી તરફથી આવી ચઢતાં પોલીસે કારના ચાલકને બેટરી બતાવીને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ઈકો કારના ચાલકે પોલીસને જોતા કાર સાંઈનાથ ચોકડીથી બોરસદ જવાના રસ્તા ઉપર હંકારી મૂકી હતી. જેથી પોલીસે આ કારનો પીછો કરીને લક્કડપુરા પાસે ઈકો કારના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા કાર રોડ ઉપરથી સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી અને વરસાદી ઋતુના કારણે ભીની જમીન હોવાથી કાર માટીમાં ફસાઈ ગઈ હતી. પીછો કરતી પોલીસે કારને કોર્ડન કરીને કારમાંથી કાર ચાલક અને એક અન્ય ઈસમને બહાર કાઢીને તેમના નામ પુછતા કાર ચાલકનું નામ સોહીલભાઈ ઉર્ફે કાલુ મનુભાઈ રાણા (મોલે સલામ ગરાસીયા) અને મહેશભાઈ ઉર્ફે મગનભાઈ સુરેશભાઈ ભીલ (બન્ને રહે ખંભાત) જણાવ્યું હતું. ઈકો કારની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના થેલામાંથી ૫૫ નંગ પાર્ટી સ્પેશિયલ ડિલક્સ વ્હિસ્કી માર્કોની પ્લાસ્ટિક બોટલની મળી આવી હતી બન્ને ઈસમોની અંગ જડતી કરતા બે મોબાઈલ મળી આવ્યા હતા. આમ ૫૫ બોટલ વ્હિસ્કીની કિમંત ૨૭,૫૦૦ બે મોબાઈલની કિંમત ૫૦૦૦/- અને ઈકો કારની કિંમત રૂા. ૨,૦૦,૦૦૦/- મળીને કુલ ૨,૩૨,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી આ દારૂ કોનો હતો કયાંથી લાવ્યા અને કોણ મુખ્ય સૂત્રધાર છે તેની કડી હાલમાં પોલીસ મેળવી રહી છે. 

 

 

(5:30 pm IST)