Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

સુરતમાં સંખ્યાબંધ કચરા પેટી હોવા છતાં ખાડીમાં કચરો નખાતા ચોતરફ ગંદકી છવાઈ

સુરત: સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં ચોથા ક્રમથી સુરત શહેર છેક ૧૪માં ક્રમે ધકેલાવા પાછળ સુરત મ્યુનિ.ની કામગીરી સાથે સુરતીઓ પણ એટલા જ જવાબદાર છે. સુરત મ્યુનિ.એ શહેરમાં સંખ્યાબંધ કચરાપેટી, કન્ટેનર ગોઠવવા સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી હાથ ધરી હોવા છતાં સુરતીઓ કેનાલ અને ખાડીમાં કચરો નાંખવાથી દુર રહી શકતા નથી. સુરતની કેટલીક ખાડી અને કેનાલને સુરતીઓએ કચરાપેટી બનાવી દીધી હોવાથી સુરતની સ્વચ્છતાને નજર લાગી રહી છે. સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ પહેલા જ સુરતમાં સંખ્યાબંધ કચરાપેટી અને ઠેર ઠેર કન્ટેનર મુકી દીધા છે. સ્વચ્છતા સર્વેક્ષણ બાદ કચરાપેટીની સંખ્યામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ.ની આ કામગીરી સાથે અનેક સુરતીઓ પણ જોડાયા અને જાહેર રસ્તા પર કચરો નાંખવો કે અન્ય જગ્યાએ કચરો નાંખવાથી દુર થઈ ગયાં છે. પરંતુ કેટલાક સુરતીઓ તેમાં પણ ખાસ કરીને પાથરણા કે લારીઓ પર વેચાણ કરનારાઓ અને અન્ય કેટલાક ધંધાદારી એકમોવાળા લોકો ખાડી અને કેનાલને કચરા પેટી જ સમજી રહ્યાં છે.
 

(4:59 pm IST)