Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

દહેગામમાં પીએસઆઇને લાફો મારવાની બબાલમાં યુવકનું અમેરિકા જવાનું ટળ્યું

દહેગામ:ગુજરાતભરમાં ટ્રાફિક નિયમન મુદ્દે કડક થયેલા તંત્રએ હવે લોકોને ટ્રાફિકના નિયમો સખ્તીની અમલ કરાવવા માટે દિવસ રાત એક કરી રહી છે. પાકે ઘડે કાંઠા ન ચડે એ કહેવત કદાચ ખોટી નથી કારણકે નવી પેઢીએ તો જન્મ્યા ત્યારથી જ પુષ્કળ અને અણઘડ ટ્રાફિક જોયો છે જેમાં લોકો બેફામ ગમે તેમ સાધન ચલાવવું અને ગમે ત્યાં પાર્ક કરી અને જતું રહેવું આ બધું સામાન્ય હોય તેવું માને છે. એના જવાબદાર લોકો કરતાં તંત્ર વધારે હોય તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે. દહેગામમાં શનિવારે સાંજે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક યુવક પોતાના બાઈક ઉપર ફોન ઉપર વાતો કરતો કરતો જઈ રહયો હતો. યુવક માટે આ બાબત એક દમ સામાન્ય હતી કારણકે તાલુકાના સેન્ટર એવા દહેગામમાં હેલ્મેટ ન પહેરવું ચાલુ બાઈકે ફોન ઉપર વાત કરવી આ વસ્તુ સાવ નોર્મલ કહેવાય છે. ઉલ્ટાનું કોઈ ગામમાં જ હેલ્મેટ પહેરીને નીકળે તો લોકો એને વધુ પડતો ભણેલા અને દોઢ ડાહયા ગણતા હોય છે. આવી પરિસ્થિતિમાં ઉછરી અને મોટા થયેલા યુવાનોને એકદમ જ નિયમોનું પાલન કરવાનું થાય તે હજમ થતું નથી.
 

(4:58 pm IST)